રાજયભરના એન્ટ્રી–એકઝિટ પોઇન્ટ પર ગોઠવાશે ૧૦,૫૦૦ કેમેરાનું કવચ

  • December 16, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં લોકો સલામત અને સુરક્ષિત રહે તે હેતુ સાથે પોલીસ દ્રારા સરહાનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી દિવસોમાં રાયની પ્રજાની સલામતી માટે પોલીસ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા પર ભાર મૂકશે. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત રાયના મહત્વના શહેરો અને નગરમાં મળી એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટ સહિતના મહત્વના સ્થળો પર ૧૦,૫૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત રાજયની પ્રજાની સુરક્ષા માટે થયેલી કામગીરી અને ભવિષ્યમાં થનાર કામગીરી અંગે માહિતી આપતા વહીવટી વિભાગના અધિક પોલીસ મહાનિર્દેશક અને ટાસ્ક ફોર્સ વિશ્ર્વાસના અધ્યક્ષ નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત રાયના ૩૪ જિલ્લાના મુખ્ય મથકો, છ પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર મળી કુલ ૪૧ સ્થળોએ ૧૨૦૦ જેટલા ટ્રાફિક જંકશન, એન્ટ્રી એકિઝટ પોઇન્ટ અને અન્ય સ્ટ્રેટેજીક સ્થળોએ ૭,૦૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. દરેક જિલ્લામાં નેત્રમ (ડીસ્ટ્રીક લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) સ્થાપિત કરી પોઇન્ટ ટુ પોઇન્ટ કનેકિટવિટી મારફતે સેફલી એન્ડ ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે.


સમગ્ર રાજયમાં લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરા સિસ્ટમને રાયકક્ષાથી નિયંત્રિત કરી શકાય છે તે માટે ગાંધીનગર પરિસર ખાતે ત્રિનેત્ર (ઇન્ટીગ્રેટેડ કમાન એન્ડ કંટ્રોલ સેન્ટર) કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા ૧૦,૦૦૦ બોડી વાર્ન કેમેરા, ૧૯ ડ્રોન બેસ્ડ કેમેરા સિસ્ટમ અને વિડીયો એનાલિસ્ટિકથી સુસ કરવામાં આવ્યા છે. અત્યાધુનિક વિડિયો એનાલિસિસનો ઉપયોગ કરીને તપાસના હેતુ માટે સિસ્ટમ અને અન્ય ક્રોતમાંથી વિડીયો ફટેજનું વિશ્લેષણ કરી શકાય છે. પોલીસ દ્રારા ટ્રાફિક વ્યવસ્થાપન અમલીકરણ અને ફોજદારી કેસોની તપાસ માટે સિસ્ટમનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


અધિક પોલીસ મહાનિર્દેશકે વધુમાં જણાવ્યું હતું કે, રાજયની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકા સહિત અન્ય ૫૨ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના વિસ્તારમાં ૮૦ આંતરરાજય એન્ટ્રી એકિઝટ–પોઇન્ટ ખાતે ૧૦,૫૦૦ થી વધારે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે. આ સીસીટીવી કેમેરાઓને નગરપાલિકાના અગત્યના એન્ટ્રી–એકિઝટ પોઇન્ટ વ્યુહાત્મક સ્થળો, ભીડભડવાળા સ્થળો મુખ્ય ટ્રાફિક જંકશન વગેરે સ્થળોએ વાહનના રજીસ્ટ્રેશન નંબર ઓળખી શકે,શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખી શકે,અને ટ્રાફિક નિયમનો ભગં કરનાર સામે ઈ ચલણ જારી કરી શકે તેવા અને અન્ય સુરક્ષા સંબંધીત ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકે તેવા સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવશે.


આ ઉપરાંત ઇન્ટરસ્ટેટ ક્રિમિનલ એકિટવિટીઝ(આતંરાજય ગુનાખોરી) અટકાવવા રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર્ર, દમણ, દીવ દાદરા અને નગર હવેલી સાથેની સરહોદના એન્ટ્રી એકઝીટ પોઇન્ટ ખાતે સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત તમામ એજન્સીઓ અને અન્ય સહભાગીઓ સાથે ફેસ ટુ ના અમલીકરણ માટે બેઠક યોજવામાં આવી હતી. જેમાં નરસિમ્હા કોમાર(અધિક પોલીસ મહાન નિર્દેશક વહીવટી વિભાગ તથા અધ્યક્ષ ટ્રાન્સપોર્ટ ઓન વિશ્વાસ)એ માહિતી આપી હતી. વિશ્વાસ પ્રોજેકટ હેઠળ બનાવવામાં આવેલા ફોટો આધારિત સુરક્ષા વ્યવસ્થા રાય પોલીસ માટે અત્યતં ઉપયોગી છે. ફોજદારી કેસોના નિવારણ શોધ અને તપાસ અને ટ્રાફિક વ્યવસ્થાપન અને અમલીકરણ માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આંતરરાષ્ટ્ર્રીય સરહદો સુધી સીસીટીવી કેમેરાના નેટવર્કના વિસ્તરણથી ગુનાખોરીને અટકાવવામાં ખૂબ મદદ મળશે અને ગુજરાત પોલીસની ક્ષમતાઓમાં અને ઘણો વધારો થશે.

૭૩૦૦ ગુના ઉકેલવામાં સીસીટીવી કેમેરા આશીર્વાદરૂપ સાબિત થયા
સીસીટીવી કેમેરાનું સુરક્ષા કવચ રાયમાં ગુનાખોરીને અટકાવવામાં અને અણઉકેલ બનાવવાનો ભેદ ઉકેલવામાં આશીર્વાદપ સાબિત થયું છે. સીસીટીવી કેમેરા થકી ચોરીના ૨૪૧૫, લૂંટ અને ધાડના ૧૮૨, ચીલઝડપના ૭૯, માર્ગ અકસ્માતના ૧૨૦૫, હીટ એન્ડ રનના ૬૩૪,ગુના બાદની તપાસના ૯૭૭, અપહરણના ૧૧૮, ગુમ થયેલ વ્યકિતના ૬૯૫, ગુમ સામાનના ૧૦૩૩ મળી કુલ ૭૩૩૮ કેસ ઉકેલવામાં સીસીટીવી કેમેરાએ મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ ૨૦૧૮ થી ૨૨ ના સમયગાળા દરમિયાન ચોરીના કેસમાં ડિટેકશન રેટ ૮ ટકા અને લૂંટના કેસમાં ૧૦ વધ્યો છે.


અકસ્માતના બનાવવામાં ૧૬ ટકાનો ઘટાડો
સીસીટીવી કેમેરાના લીધે વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૨ ના સમયગાળા દરમિયાન અકસ્માતના બનાવવામાં ૧૬ ટકા જેટલો ઘટાડો થયો છે. માર્ગ અકસ્માતના કારણે થતી ઇજાઓમાં ૧૩ ટકાનો ઘટાડો તેમજ અકસ્માતના કારણે મૃત્યુમાં પાંચ ટકા જેટલો ઘટાડો થયો છે.


શોભાયાત્રા વીવીઆઈપી બંદોબસ્તમાં પણ સીસીટીવી કેમેરાની મહત્વની ભૂમિકા
રાયમાં શોભાયાત્રા, લોકમેળા, તહેવાર સમયે પણ સીસીટીવી કેમેરાની મહત્વની ભૂમિકા રહે છે. તહેવાર અને મેળા તથા શોભાયાત્રામાં ૧૨૪૬ સીસીટીવી કેમેરાઓનો બંદોબસ્તમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. યારે સામાન્ય ટ્રાફિક વ્યવસ્થાપનમાં ૧૭૩૭ વીવીઆઈપી સુરક્ષા બંદોબસમાં ૨૨૨૫ સીસીટીવી કેમેરા ઉપયોગમાં લેવાયા છે.


વિશ્ર્વાસ પ્રોજેકટને અનેકવિધ સન્માન પ્રાપ્ત થયા

વિશ્વાસ પ્રોજેકટની રાષ્ટ્ર્રીયથી લઇ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે સાથોસાથ અનેક સન્માન પણ પ્રા થયા છે. વિવિધ સંગઠનો દ્રારા અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં નેશનલ ઇ ગવર્નન્સ ગોલ્ડ એવોર્ડ (૨૦૨૨), એફઆઇસીસીઆઇ સ્માર્ટ પોલીસી એવોર્ડ (૨૦૨૨) સ્કોચ ગોલ્ડ એવોર્ડ(૨૦૨૨), પ્રોજેકટ મેનેજમેન્ટ ઇન્સ્િટટયૂટ યુ.એસ.( ૨૦૨૧), સ્માર્ટ સિટી ઇન્ડિયા એવોર્ડ (૨૦૨૧), ગવર્નન્સ નાવ ઇન્ડિયા પોલીસ એવોર્ડ (૨૦૨૦) તેમજ સ્કોચ ગોલ્ડ એવોર્ડ (૨૦૧૯) નું સન્માન પ્રાપ્ત થયું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application