સજાના વોરંટમાં ચાર વર્ષથી ફરાર ગોલ્ડન પાર્કમાં રહેતું દંપતી ઝડપાયું

  • August 09, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફે સજાના વોરંટમાં ચાર ફરાર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે ગોલ્ડન પાર્કમાં રહેતા દંપતીને ઝડપી લઇ વોરંટની બજવણી કરી હતી.જયારે મારામારીના ગુનામાં ફરાર હત્પડકો ચોકડીના શખસને લમીના ઢોરા પાસેથી ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ,યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એમ.જી.વસાવાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. રઘુવીરસિંહ વાળા,સિધ્ધરાજસિંહ જાડેજા અને કોન્સ. વનરાજભાઇ લાવડીયાને મળેલી બાતમીના આધારે સજાના વોરંટમાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી રાહત્પલ રમેશચદ્રં પારેખ અને તેની પત્ની રિધ્ધિ રાહત્પલ પારેખ(રહે. ગોલ્ડન પાર્ક–૨ નિલકઠં ડેરીવાળી શેરી રતન મકાન રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે,રાજકોટ) ને ઝડપી લઇ વોરંટની બજવણી કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે દંપતીને કોર્ટે સજા ફટકાર્યા બાદ વોરંટની બજવણીથી બચવા બંને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા હતાં.
જયારે અન્ય કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સી.એચ.જાદવ અને હેડ કોન્સ.રઘુવીરસિંહ વાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે યુનિ.પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી ઓમદેવસિંહ અશોકસિંહ પરમાર(રહે. હત્પડકો ચોકડી, તિપતિ સોસાયટી શેરી ન.ં ૯,રાજકોટ) ને નવા દોઢસો ફટ રિંગરોડ લમીના ઢોરા પાસેથી ઝડપી લીધો હતો.આરોપી સામે અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા,બળજબરીથી નાણાં કઢાવવા અને યુનિવર્સિટી પોલીસમાં મારામારીના ગુના નોંધાઇ ચૂકયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application