શહેરના જિલ્લા ગાર્ડન પાસે મૈત્રી કરાર કરી રહેતું યુગલ ગઈકાલ રાત્રિના આજીડેમે નાહવા આવ્યા બાદ ડૂબી ગયું હતું. દરમિયાન યુવતીને બચાવી લેવામાં આવી હતી અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યારે યુવાનની કોઈ ભાળ મળી ન હતી. આજે સવારે ફાયર બ્રિગેડના સ્ટાફે ફરી આજી ડેમમાં પાણી ડખોળી યુવાનની શોધખોળ શ કરી છે પરંતુ બપોર સુધી તેની કોઇ ભાળ મળી નથી તો બીજી તરફ યુવતીએ હોસ્પિટલ બીછાનેથી એવો આક્ષેપ કર્યેા હતો કે, ગઈકાલે યુવાન તેને અહીં લઈ ગયા બાદ ચાલ તને તરવાનું શીખડાવવું તેમ કહી ડેમના ઐંડા પાણીમાં ડુબાડી દીધી હતી. યુવતીના આક્ષેપને લઈ પોલીસે તપાસ શ કરી છે. જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા ગાર્ડન પાસે મૈત્રી કરાર કરી રહેતી હિના ચાવડા (ઉ.વ ૪૦) અને તેનો મિત્ર અરવિંદ ચૌહાણ બંને આજી ડેમે રાત્રિના નાહવા માટે ગયા હતા. દરમિયાન બંને ડેમના ઐંડા પાણીમાં ગરક થઇ ગયા હતા. જે અંગેની જાણ ફાયર બ્રિગેડના થતા તાકીદે અહીં પહોંચી હીનાને બહાર કાઢીબેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. યારે અરવિંદની શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,હિના માંડા ડુંગર વિસ્તાર પાસે અગાઉ રહેતી હતી તેના પતિનું ચાર વર્ષ પૂર્વે અવસાન થઈ ગયું છે. દરમિયાન અરવિંદ અહીં આ વિસ્તારમાં આવતો જતો રહેતો હોય બંને વચ્ચે પરિચય થયો હતો અને બાદમાં બંને મૈત્રી કરાર કરી લીધો હતો અને સાથે રહેતા હતા. હીના ઝનાના હોસ્પિટલમાં સફાઈ કામ કરે છે યારે અરવિંદ કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ અંગે હિનાએ હોસ્પિટલ બીછાનેથી એવા આક્ષેપ કર્યેા હતો કે, ગઈકાલ રાત્રિના અરવિંદ તેને અહીં આજીડેમ લઈ ગયા બાદ ચાલ તને તરવાનું શીખવું તેમ કહી ઐંડા પાણીમાં લઈ ગયો હતો અને બાદમાં તેને અહીં ડુબાડી દીધી હતી. તો બીજી તરફ યુવતીના માતા મંજુબેને પણ અરવિંદ હિનાને સતત ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યેા હતો. આ ઘટનાને પગલે આજરોજ સવારના ફાયર બ્રિગેડ દ્રારા ફરી આજીડેમના પાણી ડખોળી અરવિંદની શોધખોળ શ કરવામાં આવી હતી પરંતુ બપોર સુધી અરવિંદનો કોઈ પતો લાગ્યો ન હોય ફાયર બ્રિગેડે અરવિંદની શોધખોળ યથાવત રાખી છે.આ ઘટના અંગે યુવતીના આક્ષેપને લઈ પોલીસે પણ તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMજૂનાગઢ જેલમાંથી હિરલબાનો કબ્જો લઇને થશે ઉંડાણથી પૂછપરછ
May 16, 2025 04:51 PMપોરબંદર પોલીસ સાઇબર ક્રાઇમના ગુનામાં હિરલબા જાડેજાની કરશે પૂછપરછ
May 16, 2025 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech