ભણગોર પાટીયા પાસે કારે બાઇકને ઠોકર મારતા દંપતિ ખંડીત

  • May 04, 2023 11:40 AM 

વૃઘ્ધને ઇજા થઇ : મોટીખાવડીમાં સુમોની હડફેટે એક વ્યકિતને ગંભીર ઇજા

લાલપુરના ત્રણ પાટીયા રોડ ભણગોર પાટીયાથી આગળ બે દિવસ પહેલા વનર્િ કારના ચાલકે પુરઝડપે ચલાવી મોટરસાયકલને ઠોકર મારતા દંપતિ ખંડીત થયુ હતું, જયારે મોટીખાવડી વિસ્તારમાં ટાટા સુમોના ચાલકે ગફલતથી ચલાવીને એક પુષને પછાડી દઇ ગંભીર ઇજા પહોચાડી હતી.
લાલપુરના ખાયડી ગામમાં રહેતા ખેતીકામ કરતા રવિ ભિખાભાઇ ગાગીયા (ઉ.વ.24) નામના યુવાને ગઇકાલે લાલપુર પોલીસે વનર્િ કાર નં. જીજે5જેએ-9222ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીના પિતા ભિખાભાઇ તથા માતા કુંવરબેન બંને કાવાસાકી બોકસર બાઇક નં. જીજે5બીબી-8458 લઇને ગત તા. 2ના રોજ જતા હતા ત્યારે ભણગોર પાટીયાથી લાલપુર તરફ આવતા બાલાજી કારખાના બાજુના રોડ પર વનર્કિારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલને હડફેટે લીધો હતો.
આ અકસ્માતમાં ફરીયાદીના પિતાને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જયારે ફરીયાદીના માતા કુંવરબેન (ઉ.વ.45)ને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું, બનાવની જાણ થતા લાલપુર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બીજા બનાવમાં બેડ ગામમાં રહેતા નૌશાદ આદમભાઇ માકોડાએ ગઇકાલે મેઘપરમાં ટાટાસુમો ગાડી નં. જીજે10ટીવી-3629ના ચાલક સામે ફરીયાદ કરી હતી. ગત તા. 30ના રોજ મોટીખાવડી પેટ્રોલપંપ સામેના રોડ પર ઉપરોકત ટાટાસુમોના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી એક અજાણ્યા પુષને ઠોકર મારી રોડ પર પછાડી દઇ શરીરના ભાગે ઇજાઓ પહોચાડી ચાલક નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application