સાગઠીયા જેવો જ ભ્રષ્ટાચારી AMCનો આસિસ્ટન્ટ TDO લાંચ લેતા ઝડપાયો, આટલા લાખની માંગી હતી લાંચ...જાણો વિગત

  • August 01, 2024 11:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં કોઈપણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કાગડા બધે કાળા હોય તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓમાં સૌથી વધુ કાયદાના ઘેરામાં કોઈ આવ્યું હોય તો તે મનસુખ સાગઠીયા. આવો જ એક મ્યુનિસિપલ કોર્પોરેશનનો આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર હર્ષદ ભોજક વચેટિયા થકી 20 લાખની લાંચ લેતા ACBના છટકામાં લાંચ લેતા ઝડપાયો છે.


વિગત વાર વાત કરીએ તો આરોપીઓમાં AMCના આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ATDO) હર્ષદભાઇ મનહરલાલ ભોજક અને પ્રજાજન આશિષ કનૈયાલાલ પટેલનો સમાવેશ થાય છે. બંને આરોપીઓને આજે બપોરે આશ્રમ રોડ પર આવેલી એક ઓફિસમાંથી ઝડપી લેવામાં આવ્યા.


ACBને મળી હતી આ ફરિયાદ
અમદાવાદના એક નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં રહેલી વડિલોપાર્જિત જમીનમાં આવેલી દુકાનો-મકાનો AMC દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશન બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા એસીબીના ફરિયાદી અને મકાન-દુકાનના ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો હુકમ થયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જરૂરી પૂરાવા રજૂ કરવા જરૂરી હતા. ACB ના ફરિયાદીએ આશિષ કનૈયાલાલ પટેલ (સરકાર માન્ય એન્જિનિયર) નો સંપર્ક કર્યો હતો. આશિષ પટેલે ફરિયાદીને હર્ષદ ભોજકની મુલાકાત કરાવી હતી. કામ પેટે સૌ પ્રથમ હર્ષદ ભોજકે 50 લાખ માગ્યા હતા અને આશિષ પટેલના 10 લાખ અલગથી. રકઝકના અંતે 20 લાખ રૂપિયા નક્કી થયા હતા, પરંતુ ફરિયાદીએ રકમ આપતા પહેલાં ACB ના અધિકારીઓનો સંપર્ક કરી લીધો હતો.



ACB અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન. જાદવના નેતૃત્વ હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ACBના મદદનીશ નિયામકો કે.બી. ચુડાસમા અને એ.વી. પટેલે આ કાર્યવાહીનું સુપરવિઝન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News