ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પંથકમાં લોકસભાની ચૂંટણી ટાણે જ વિરોધનો વંટોળ ઉભો થયો હતો. મણાર સહિતના ૧૭ ગામના લોકોએ ટીપી સ્કીમ અંગે ઉગ્ર વિરોધ કરાયો હતો. અને મણાર ખાતે આવેલ બાપા સીતારામ મઢુલી ખાતે ટી.પી.સ્કીમના વિરોધ સાથે ૧૭ ગામોના લોકોની ઉપસ્થિતિમાં વિરોધ સાથે મહાસંમેલન યોજવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લાના મણાર ખાતે લોકો અને ખેડૂતો દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે ૧૭ ગામોના ૨૦૦૦ થી વધુ લોકો અને ખેડૂતોની ઉપસ્થિતિમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું. મણાર સહિતના વિસ્તારમાં લાગુ કરવામાં આવેલી ટી.પી.સ્કીમનો વિરોધ પ્રદર્શન કર્યો હતો. હાલ પાંચ ગામો અલંગ, મણાર, કઠવા, ત્રાપજ અને મહાદેવપરા ટીંબો પૂરતી ટી.પી.સ્કીમ લાગુ પાડી છે. સાથે પાંચ ગામના લોકો બહોળી સંખ્યામાં મણાર ખાતે ટી.પી. સ્કીમનો વિરોધ કરવા માટે ભેગા થયાં હતા. જો આગામી દિવસોમાં ટી.પી.સ્કીમ બંધ કરવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચરી હતી. તેમજ તમામ લોકોએ આ ટી.પી.સ્કીનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સાથે આ સરકાર અત્યારે અહીંના ખેડૂતને છેતરપિંડી દ્વારા અહીંના જમીન લઇ લેવાની હોવાથી લોકો વિરોધ કર્યો હતો. અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ હોવાથી અહીં ત્રણ સીઝનનો પાક લેવામાં આવે છે. ટી.પી. સ્કીમ હકીકત બંજર જમીન હોય ત્યાં હોવી જોઈએ પરંતુ અહીંના ખેડૂતની જમીન ફળદ્રુપ અને શેત્રુજી કેનાલનું પાણી મળતું હોવાથી જમીન સારી છે. એવી ખેડૂતો દ્વારા જણાવાયું હતું.
મણાર ખાતે યોજાયેલા મહાસંમેલનમાં આજુબાજુના પાંચ ગામના લોકો અને આગેવાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સ્કીમના વિરોધમાં પાંચ ગામના ખેડૂત ખાતેદારો અને ગામના લોકોએ અરજી આપી અને એવું આવેદન આપ્યું હતું. અને યોગ્ય નિર્ણય નહી આવે તો હાઇકોર્ટ સુધી લડવા તૈયારી હોવાનું જણાવ્યું હતું. અને કોઈ પ્રકારે ટીપી સ્કીમ લાગુ નહી કરવા માંગ કરી હતી.
અલંગ વિસ્તાર વિકાસ સતામંડળએ ગત.૧૬/૧૦/૨૦૨૦ ના રોજ ટી.પી.સ્કીમનો ઠરાવ કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં જમીન કપાત ૪૦ ટકા રાખવામાં આવેલ છે. જે રજુઆત બાદ ત્રણેય સૂચિત ટી.પી.સ્કીમમાં જમની કપાતના ધોરણ ૩૦ ટકા કરેલ છે. છતાં વિસ્તારના લોકો ટી.પી.સ્કીમ માટે સહમત થયા નથી. આથી સર્વાનુમતે ઠરાવ નામ મંજુર કરવામાં આવ્યો હોવા છતાં પણ સરકાર દ્વારા ટી.પી સ્કીમ મૂકવામાં આવી છે. જેનો ૧૭ ગામના લોકો અને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech