રાજકોટમાં આંબેડકરનગરમાં રહેતી પરિણીતાએ પતિ સહિતના સાસરીયાઓના ત્રાસથી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે જામકંડોરણામાં રહેતા પરિણીતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે પતિ સહિતના સાસરિયાઓ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, જામકંડોરણામાં આંબેડકરવાસ વિસ્તારમાં રહેતા મનહરભાઈ બીજલદાસ પરમાર(ઉ.વ 29) દ્વારા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાની બહેન કાજલના પતિ હિતેશ રાઠોડ, સાસુ મંજુ રાઠોડ સસરા દેવજી રાઠોડ અને નણંદ ગીતાના નામ આપ્યા છે.
મનહરભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચાર ભાઈ બહેન છે જેમાં સૌથી નાની બહેન કાજલ (ઉ.વ 25) ના લગ્ન ગત તા. 25 /7/ 2020 ના રાજકોટના આંબેડકરનગરમાં રહેતા હિતેશ રાઠોડ સાથે થયા હતા. લગ્નના એકાદ વર્ષ બાદ હિતેશની નાની બહેન રાધાને તેના કાકાના પુત્ર સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ કાજલે સાસુ મંજુબેનને કરી હતી. ત્યારબાદથી કાજલને પતિ તથા સાસુ-સસરા મેણા ટોણા મારતા હતા અને ઝઘડો કરતા હતા. ચાર વર્ષના લગ્નગાળામાં કાજલ ચારથી પાંચ વખત માવતર ના ઘરે રિસામણે આવી હતી. ગત તારીખ 26/4 તે અહીં માવતરે આવી હતી ત્યારે પણ તેણે ત્રાસ બાબતે વાત કરી હતી.
દરમિયાન ગત તારીખ 2/ 5 ના રોજ કાજલે સવારના ફોન કર્યો હતો અને તેના ભાઈને વાત કરી હતી કે, અમારે કાયમીની રામાયણ છે મારા સાસુ-સસરા તથા મારી નણંદ ગીતા મારી સાથે ઝઘડો કરે છે જેથી મનહરે કહ્યું હતું કે તું અહીં જામકંડોરણા આવી જા. જવાબમાં કાજલે કહ્યું હતું કે, સાંજ સુધીમાં ઘરે આવી જઈશ એકાદ કલાક પછી બનેવી હિતેશનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી બહેન રૂમમાં પુરાઈ ગઈ છે જેથી વાત કરવાનું કહેતા વાત કરાવી ન હતી. બનેવીએ કહ્યું હતું કે, તમારી બહેનને કંઈ પણ થાય તો તેની જવાબદારી મારી નહીં. આમ કહ્યું હતું બાદમાં માલુમ પડ્યું હતું કે, કાજલે રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પરણીતાના ભાઈએ આ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પરિણીતાના પતિ સહિતના સાસરીયાઓ સામે આઇપીસીની કલમ 306, 498(ક) અને 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ જે.એસ.ચાવડા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech