રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેઠાને 42 દિવસ પૂર્ણ થયા છે અને વરસાદનો ધોરી મહિનો અષાઢ પૂર્ણ થવા આવ્યો છે ત્યારે રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પડતા મુખ્ય જળાશયો આજી-1, ન્યારી-1 અને ભાદર-1 હજુ ખાલી હોય રાજકોટ ઉપર ચિંતાના વાદળો સર્જાયા છે. રાજકોટ શહેરમાં નથી ધોધમાર વરસાદ કે નથી ડેમમાં આવક. ફક્ત રાજકોટ શહેર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ મેઘવિરામથી ચિંતાની સ્થિતિ છે. રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના કુલ 82માંથી 45 ડેમ હજુ ખાલી છે, હાલ સુધીમાં 37 ડેમ ઓવરફ્લો થયા છે.
રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા કુલ 34 ફૂટની ઉંડાઇના ભાદર-1ની સપાટી આજે 21.20 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લોમાં હજુ 12.80 ફૂટનું છેટું છે. જ્યારે કુલ 29 ફૂટની ઉંડાઇના આજી-1ની સપાટી 20.30 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ 8.70 ફૂટનું છેટું છે. જ્યારે કુલ 25 ફૂટની ઉંડાઇના ન્યારી-1ની સપાટી હજુ 14.90 ફૂટે પહોંચી છે અને ઓવરફ્લો થવામાં હજુ 10.20 ફૂટનું છેટું છે.
દર ચોમાસે સૌથી પહેલા ઓવરફ્લો થતું રાજકોટનું લાલપરી તળાવ પણ હજુ ખાલી છે, કુલ 15 ફૂટની ઉંડાઇના લાલપરી તળાવની સપાટી 7.40 ફૂટે પહોંચી છે.રાજકોટ શહેરમાં વરસતા વરસાદના પાણીનો લગભગ પચાસ ટકા જેટલો હિસ્સો આ તળાવમાં ઠલવાય છે પરંતુ ચાલુ વર્ષે રાજકોટ શહેરમાં હાલ સુધીમાં મોસમનો કુલ વરસાદ ફક્ત 15 ઈંચ વરસ્યો હોય ચાલુ વર્ષે આ તળાવમાં આવક જ થઇ નથી. શહેરમાં ચાલુ વર્ષે ખૂબ ધીમીધારે વરસાદ વરસ્યો હોય પાણી જમીનમાં ઉતર્યું છે. ધોધમાર વરસાદના અભાવે અનેક વોટર વે (વ્હેણ) પણ શરૂ થયા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech