પોરબંદર છાંયા સંયુક્ત નગરપાલિકા દ્વારા ચોપાટી બીચ ખાતે બીચ ક્લીનઅપ ઝુંબેશ યોજાઈ હતી. ગુજરાત એન્વાયર્નમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ અને સીમા જાગરણમંચ સૌરાષ્ટ્ર પ્રાંતના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીન-અપ ડે નિમિત્તે ચોપાટી બીચ ખાતે બીચ ક્લીનઅપ ઝુંબેશનું આયોજન કરાયું હતું જેમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા થી માંડીને નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિત અનેક આગેવાનો જોડાયા હતા. પોરબંદરના સમુદ્રમાં જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુક્ત પાણી વહાવવાનો પ્રોજેક્ટ આગળ ધપી રહ્યો છે તેથી જો હવે પોરબંદરની જનતા સમયસર નહીં જાગે તો ભવિષ્યમાં પોરબંદરના સમુદ્રમાં પણ સફાઈ કરવી પડશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા ગાંધીભૂમિના લોકો જાગે તે અનિવાર્ય બન્યું છે.(તસ્વીર: જિજ્ઞેશ પોપટ)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો
November 22, 2024 01:40 PMપર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માત્ર 150 રનમાં ઓલઆઉટ, નીતિશ રેડ્ડીએ બતાવી પોતાની તાકાત
November 22, 2024 01:40 PMપોરબંદરમાં પાલિકાએ વધુ ત્રણ મિલ્કતોને માર્યા સીલ
November 22, 2024 01:40 PMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 22, 2024 12:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech