રાજકોટમાં ગઈકાલે ગણેશ વિસર્જનના દિવસે સાંજે સંવેદનશીલ ગણાતા વિસ્તાર રામનાથપરા, કુંભારવાડા મેઈન રોડ પર અલ્કાબા મસ્જીદ પાસે બે જુથ વચ્ચે સામે જોવા બાબતે અથડામણ થઈ હતી. સામસામા ટોળા વચ્ચે કાચની બોટલોના છુટા ઘા, વાહનમાં તોડફોડ કરાઈ હતી. તંગદીલીનો માહોલ છવાયો હતો. પોલીસના ધાડા ઉતરી ગયા હતા અને બન્ને જુથના ઈસમોને વિખેર્યા હતા. બન્ને જુથની સામસામી ફરિયાદના આધારે આરોપીઓને રાઉન્ડઅપ કરવા તજવીજ હાથ ધરાઈ હતી.
ફરિયાદની વિગતો મુજબ કુંભારવાડા મેઈન રોડ પર રહેતા બન્ને જુથના ઈસમો વચ્ચે ડખ્ખો થયો હતો. ગઈકાલે સાંજે મંથન પરમાર નામનો યુવાન તેની પિતરાઈ બેનને બાઈકમાં હાથીખાનામાં ઘરે મુકવા જતો હતો એ સમયે કુંભારવાડા મેઈન રોડ પર એકતા પ્રોવિઝન સ્ટોરની બાજુમાં રહેતો અકીલ સબીર મકરાણી ઉ.વ.૨૨ ઉભો હતો અને મંથન સામે કાતર મારીને જોતો હતોે. જે બાબતે મંથને તેના પિતરાઈ ભાઈ કાકાના દિકરા દિવ્યેશ રમેશભાઈ પરમાર ઉ.વ.૨૦ને વાત કરતા દિવ્યેશ તેના બીજા ભાઈ જયમીન બન્ને સ્કોેર્પીયો લઈને ત્યાં ગયા હતા.
અલ્કાબા મસ્જીદ પાસે ઉભેલા અકીલ મકરાણીને તું કેમ મંથન સામે કતરાતો હતો. સમજાવતા અકીલ તથા ફરાજ ખલીયાણી બન્નેે ગાળો દેવા લાગ્યા હતા. જેથી કાર લઈને ત્યાંથી નીકળી જતા બન્ને શખસો બાઈક લઈને પાછળ આવ્યા હતા અને લાકડાનો ધોકો મારી ફરાજે કારનો પાછળનો કાચ તોડી નાખ્યો હતો. એટલીવારમાં ફરાજના હાથીખાનામાં રહેતા અન્ય મિત્રો અફઝલ હાજી, મુસ્તાક હાજી, અરમાન સુમરા અને અન્ય અજાણ્યા મળી ચાર શખસો ચોકમાં ધસી આવ્યા હતા. અરમાને હાથમાં રહેલી કાચની બોટલના છુટા ઘા કાર પર કર્યા હતા. કાચની બોટલના ઘા મારી ફરિયાદી દિવ્યેશને આંગળીમાં ઈજા કરી હતી.
હત્પમલો થતાં કાર લઈને ત્યાંથી ઓફીસે આવી ગયા હતા જયાં કૌટુંબીક ભાઈ યશ તથા અવધ અને મિત્ર અમીત ગોહેલને બોલાવ્યા હતા. આરોપીઓ ઓફીસ તરફ ધસી આવ્યા હતા. એવામાં પોલીસે આવી જતા નાસી ગયા હતા.
જમીન મકાનના લે–વેચ ધંધાર્થી ભરવાડ યુવક દિવ્યેશ પરમારની ફરિયાદ પરથી અકીલ મકરાણી, ફરાજ ખલીયાણી, અરમાન સુમરા, અફઝલ હાજી, મુસ્તાક હાજી તથા અજાણ્યા શખસો સામે એ–ડીવીઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.
જયારે બીજી તરફ અકીલ મકરાણી, અવધ ભરવાડ, તેના ભાઈ દિવ્યેશ ભરવાડ તેના કાકાના દિકરો મંથન તથા અમીત ગોહેલ અને અજાણ્યા બે શખસો સામે ફરિયાદ નોંધાવી છ. મેળામાં સ્ટીમ ઢોકળાનો વેપાર કરતા અકીલે ફરિયાદમાં મુકેલા આરોપમાં તે ગઈકાલે સાંજે છ વાગ્યે કુંભારવાડા મેઈન રોડ પર હતો ત્યારે અવધ, દિવ્યેશ, મંથન ત્રણેય સ્કોર્પીયો કાર લઈને આવેલા અને મંથને કહ્યું હતું કે, હત્પં એકસેસ લઈને નીકળ્યો ત્યારે સામે કેમ જોતો હતો તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા.
થોડીવારમાં મિત્ર અફઝલ સિપાઈ તેનો ભાઈ મુસ્તાક, મિત્ર અરમાન સુમરા બધા આવ્યા હતા. ત્યાં ચોકમાં ઉભા હતા ત્યારે ફરીવાર અવધ, દિવ્યેશ, મંથન હાથીખાનામાં રહેતો અને રીક્ષા ચલાવતો અમીત ગોહેલ તથા બે અજાણ્યા શખસો આવ્યા હતા. બધાના હાથમાં કાચની બોટલો હતી. છુટા ઘા કરવા લાગ્યા હતા અને મારવા દોડતા અમે બધા મિત્રો ડરના કારણે ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસે અકીલની ફરિયાદના આધારે દિવ્યેશ સહિતના સામે ગુનો નોંધ્યો હતો.
ગણેશ વિસર્જનના દિવસે સાંજના સમયે સંવેદનશીલ વિસ્તારમાં બે જુથ વચ્ચે થયેલી અથડામણથી થોડીવાર પોલીસમાં પણ ટેન્શનનો માહોલ બની ગયો હતો. એ–ડીવીઝન પોલીસ ઉપરાંત અન્ય મોબાઈલ વાન, ખુદ ડીસીપી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓ પણ એ વિસ્તારમાં દોડી ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કુંભારવાડા, રામનાથપરા વિસ્તારમાં ચાંપતો પોલીસ જાો ગોઠવી દેવાયો હતો. ફરિયાદના આધારે રાત્રે જ ૭થી વધુ શખસોને રાઉન્ડઅપ કરી લેવાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech