રેસકોર્સ રિંગરોડ પર રોંગ સાઇડમાં આવેલી સિટી બસે વકીલની કાર સાથે અકસ્માત સર્જયો

  • October 30, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકસ્માતમાં વકીલને સામાન્ય ઇજા: પ્ર.નગર પોલીસે બસચાલક સામે ગુનો નોંધ્યો

શહેરના રેસકોર્સ રિંગરોડ પર રોંગ સાઇડમાં ધસી આવેલી સિટી બસે કારને ઠોકર મારતા કારચાકલ એડવોકેટને સામાન્ય ઇજા થઇ હતી. જયારે કારને નુકશાન થયું હતું.આ અંગે વકીલની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે સિટી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અકસ્માતના આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ,રેલનગર પાસે કોપરગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટ અભયભાઇ સુધીરભાઇ બારડ(ઉ.વ ૩૧) દ્રારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે તે તેમના બનેવીને અલ્ટો કાર લઇ સાંજના સાતેક વાગ્યા આસપાસ પત્ની સાથે ઓફિસેથી જતા હતાં.દરમિયાન રેસકોર્સ રિંગરોડ પાસે જિલ્લા પંચાયત ચોક પાસેથી બહત્પમાળી ભવન તરફના રોડ પર જતા હતાં.તે સમયે સામેથી રોંગ સાઇડમાં પૂરપાટ ઝડપે સિટી બસ નં.જીજે ૩ બીવાય ૩૬૦૬ ધસી આવી હતી.અને તેણે ફરિયાદીન અલ્ટો કાર નં.જીજે ૩ એલએમ ૩૫૪૯ ને ટક્કર મારી હતી.જેમાં ફરિયાદીને મૂંઢ ઇજા પહોંચી હતી.અને કારને નુકશાન થયું હતું.જેથી તેમણે આ અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સિટી બસના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.આ અંગે વધુ તપાસ એ.એસ.આઇ ક્રિષ્નાબેન રાઠોડ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application