મોતને આમંત્રણ આપતી ઝાંખર પાટીયાની ગોલાઇ

  • July 11, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વાડીનાર નેશનલ હાઇવે ઝાંખર પાટીયાની ખતરનાક ગોલાઇમાં મસમોટા ખાડા પડી ગયા છે તેમજ ઝાંખર પાટીયા થી વાડીનાર અને વાડીનાર થી જામનગર એમ ગોલાય માં બે રસ્તા પડે છે તેમાંથી ઝાંખર પાટીયા થી જામનગર જતી ગોલાય માં ખાડા ના હિસાબે એક સાઈડ બંધ કરી દેવામાં આવી છે.
આ ગોલાઇ બે મહિના થી બંધ કરી દેવામાં આવી છે અને તે રસ્તા મા એટલા મોટા મોટા ખાડા પડી ગયા છે કે ત્યાંથી નાના વાહન તો ઠીક પણ મોટા વાહન પણ નીકળી સકતા નથી એટલા લાંબા અને પહોળા ખાડા પડી ગયા છે અને એકજ સાઈડ માં આવક જાવક ચાલુ છે. તેમાંથી પસાર થવું ખૂબ જ અધરું છે અને એક્સિડન્ટ નો પણ ભય રહે છે.તેમજ મોટા વાહન સામેથી આવતા હોયતો ગાડી જામનગર ખંભાળિયા હાઈવે ઝાંખર પાટીયા રોડ પર મોત ના જોખમે ઉભવુ પડે છે અને આ રોડ પર ચોવીસ કલાક વાહન ની અવર જવર ચાલુ રહે છે અને રાહદારીઓને જાણે મોતને આમંત્રણ આપતુ હોય તેવી ગોલાય થય ગય છે પણ તંત્ર દ્વારા લાજ કાઢવા મા આવે છે અને બે મહિના થી સાઈડ બંધ કરી ત્યાં જારી મુકી દેવામાં આવી છે કે ત્યાંથી કોઈ પસાર ન થાય. બે-બે મહિના થયા છતાં પણ સરકારી તંત્ર દ્વારા ખાડા પુરવામાં આવતા નથી.
જો ખાડા રિપેર કરવામાં આવે તો બેય સાઈડ ચાલુ થય જાય અને ત્યાંથી પસાર થવું સહેલું પડે, આટલા મોટા કંપની વારા એરયા હોવા છતાં કય સહાય કરવા મા આવતી નથી. જો સાઈડ ચાલુ થય જાય તો આજુબાજુ ગામને તથા ત્યાંથી પસાર થતા હજારો વાહનો ને અકસ્માત નો ભય ન લાગે. પણ તંત્ર દ્વારા કયજ કામ કરવામાં આવતું નથી. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application