શાપર-વેરાવળમાં રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમીક પરિવારના ૧૧ વર્ષના બાળકનું અપહરણ કરી એક લાખ રૂપિયાની ખંડણી મંગાઈ અને જો ખંડણી નહીં આપે તો બાળકને જાનથી મારી નાખશે તેવી ધમકી અપાતા અપહરણકાર બેલડી સામે શાપર-વેરાવળ પોલીસે ગુનો નોંધી સમગ્ર ભેદ ઉકેલવા મથામણ આદરી છે.
બનાવ સંદર્ભે પોલીસના વર્તુળોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શાપર-વેરાવળમાં મામાદેવના મંદિર પાસે નાળા નજીક શ્રમીક વસાહતમાં મધ્યપ્રદેશના જાંબુઆના કાગરાદરા બડા ગામનો વતની મુકેશ ભુદર મસાર નામનો આદિવાસી યુવાન પત્ની બાળક સહિતના પરિવાર સાથે રહે છે અને શાપરમાં મજુરી કામ કરે છે. આદિવાસી શ્રમીક મુકેશે પોતાના ૧૧ વર્ષના પુત્ર રાજુનું અપહરણ થયાની તથા ખંડણી માંગી ધમકી અપાયાના આરોપસર ફરિયાદ નોંધાવી છે.
ગતરોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં પુત્ર રાજુને બાઈક પર આવેલા બે શખસો ઉઠાવી ગયા હતા. અપહરણ કરી લઈ ગયા બાદ મુકેશને અલગ અલગ મોબાઈલ નંબર પરથી ધમકી આવવા લાગી હતી. આરોપી દ્વારા એક લાખ રૂપિયાની માગણી કરાતી હતી. મુકેશ તથા પરિવાર રૂપિયાની ખંડણીની માગણી થતાં આવડી રકમ કયાંથી કાઢવી તેવી વાતો સાથે ચિંતામાં પડી ગયા હતા.
થોડા થોડા સમયે દિવસભર ધમકીઓ આવતી રહી કે, જો તારે તારા પુત્ર રાજુને છોડાવવો હોય તો એક લાખ રૂપિયા આપવા પડશે. જો રૂપિયા નહીં આપે તો તારા પુત્રને જાનથી મારી નાખશું. ખંડણી અને ખુનની ધમકીથી ગભરાયેલા મુકેશે તેના પરિચીતોને વાત સંપર્ક કરી શાપર-વેરાવળ પોલીસ મથકે પહોંચ્યા હતા. ત્યાં તેણે પુત્રનું બાઈકસ્વાર બે અજાણ્યા શખસોએ અપહરણ કર્યું અને ત્યાર બાદ નાણા માટે ધમકીઓ આવતી હોવાની વાત કરી હતી.
પોલીસે કાયદાકીય નિયમ મુજબ તાત્કાલીક ધોરણે પુર્વયોજીત કાવતરુ રચી અપહરણ તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સહિતના આરોપસર અજાણ્યા બન્ને શખસો સામે ગુનો નોંધ્યો હતો. ફરિયાદી મુકેશને આવેલા ધમકી ભર્યા અલગ અલગ ફોન નંબરોની વિગતો મેળવી અપહરણકાર બેલડીના સગડ મેળવવા દોડધામ આદરી હતી. અપહરણકાર બન્ને શખસો ખરેખર નાણા માટે અપહરણ કરી ગયા છે કે, મુકેશ સાથે કોઈ અન્ય પારીવારીક ડખ્ખો, નાણાકીય લેતી દેતીની માથાકુટ હતી તે સહિતના મુદ્દે પણ પોલીસે તપાસના ઘોડા દોડાવ્યા છે. બનાવ સંદર્ભે પીએસઆઈ આર.કે.ગોહીલનો સંપર્ક સાધવાનો પ્રયાસ થતાં ફોન નો-રીપ્લાય રહ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પતંગ લૂંટવા જતાં ટ્રકની અડફેટે આવ્યો બાળક
January 12, 2025 08:34 PMઅમદાવાદમાં 10 દિવસમાં 1091 શ્વાનના માલિકે કર્યું રજિસ્ટ્રેશન
January 12, 2025 08:31 PMઉત્તરાખંડમાં ભયાનક બસ અકસ્માત: 5ના મોત, 17 ઘાયલ
January 12, 2025 08:29 PMક્રિકેટના શોખીનો માટે ખુશખબર, આ તારીખથી શરુ થશે IPL 2025
January 12, 2025 08:27 PMદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech