દાહોદ અને ભરૂચમાં ઉત્તરાયણના પર્વ પૂર્વે બનેલી બે અલગ અલગ ઘટનાઓએ વાલીઓને ચેતવણી છે. આ ઘટનાઓમાં બાળકો પતંગ લૂંટવા જતાં ટ્રકની નીચે આવી ગયા હતા, જેમાં એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો અને બીજાનું મૃત્યુ થયું હતું.
દાહોદના નગરાળા ગામમાં રહેતો એક બાળક હાઈવે પર પતંગ લૂંટવા જતાં ટ્રકની ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં બાળકના બંને પગ ટ્રકના ટાયર નીચે કચડાઈ ગયા હતા. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ ભરૂચના ઝઘડિયામાં કપાયેલ પતંગ પકડવા જતાં એક બાળકનું મૃત્યુ થયું હતું. આ બંને ઘટનાઓએ ઉત્તરાયણના પર્વ પૂર્વે આનંદોત્સવમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
વાલીઓએ રાખવી સતર્કતા:
આવી દુર્ઘટનાઓ બાદ વાલીઓએ તેમના બાળકોને પતંગ ચગાવતી વખતે સાવચેત રહેવા માટે સમજાવવા જરૂરી છે. બાળકોને હાઈવે કે રસ્તા પર પતંગ લૂંટવા જવાથી રોકવા જોઈએ. તેમને વધુ માંગવાની ટેવ પાડવી નહીં અને સસ્તા પતંગોને બદલે સુરક્ષિત પતંગો ખરીદવા જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech