વડિયાના ખાન ખીજડિયા ગામે બાળક ઉપર શ્વાને કર્યો હુમલો
વડિયાના ખાન ખીજડિયા ગામે બાળક ઉપર શ્વાને કર્યો હુમલો
May 25, 2026 10:41 AM
અમરેલીના છેવાડાના તાલુકા વડિયાના ગ્રામીણ વિસ્તાર એવા ખાન ખીજડીયા ગામે ખેતીક્ષેત્રમાં કામ કરતા ખેતમજૂર પરીવાર પર કણ ઘટના સામે આવતી જોવા મળી છે. ખાન ખીજડીયા ગામે વિજયભાઈ હીરપરાની વાડીએ રહી ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા ખેતમજૂર પરીવારની સાત વર્ષનો વિજય નામનો દીકરો ચાલ્યો આવતો હોય ત્યારે અચાનક ત્રણ સ્વાન ત્યાં આવી તેના પર હીંચકારો હત્પમલો કરી તેને શરીરના અનેક ભાગે બાચકા ભરતા તે લોહી લુહાણ કર્યેા હતો.તેની જાણ થતાની સાથે જ તેને બચાવીને ૧૦૮ મારફતે વડિયા સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા તેને જૂનાગઢ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો વાડી વિસ્તારમાં સ્વાનના આતકં થી ખેડૂતો અને ખેતમજૂરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવા માનવ ભક્ષી સ્વાનની ટોળકી સતત બાળકોને શિકાર બનાવતી જોવા મળી છે ત્યારે આ બાબતે કાર્યવાહી કરવી જરી બને છે. જેથી વારંવાર આવી ઘટનાઓ બનતી અટકાવી શકાય. થોડા સમય પેહલા ત્યા સાત વર્ષની દીકરી ને શ્વાને બચકા ભરીને મોતને ઘાટ ઉતારી હતી તો તેં જ પરીવારની મોટી દિકરી પર પણ જીવલેણ હત્પમલો કર્યેા હતો અને તેને જૂનાગઢ સારવાર અર્થે ખાસેડાઈ હતી ત્યાર બાદ આજે ફરી આ ખેત મજુરના સાત વર્ષના નાના દીકરા પર હત્પમલો થતા તેને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાસેડવામાં આવ્યો છે. ત્યારે સ્વાનના સતત હત્પમલાથી ખાન ખીજડીયા ગામના વાડી વિસ્તાર માં ભયનો માહોલ ફેલાયો હોય તેમ ખેડૂતો અને ખેત મજૂરો આ શિકારી સ્વાન ટોળકી પર કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે