રાજકોટ ટીઆરપી ગેમઝોન અિકાંડને આવતા સાહે બે માસ પૂર્ણ થશે એ પૂર્વે બુધવાર સુધીમાં અિકાંડની તપાસની અંદાજે દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવા માટે ક્રાઈમ બ્રાંચની સીટ દ્રારા તડામાર આખરીઓપ જેવી કામગીરી ચાલી રહી છે. એક કાર ભરીને પેપર્સ કોર્ટમાં રજૂ થશે. રાજકોટની અદાલતોમાં અગાઉ આટલા પેજના ચાર્જશીટ રજૂ થયાના ભાસ્કર–પરેશ અપહરણ જેવા જુજ કેસ જ હશે.
નાનામવા વિસ્તારમાં આવેલો ટીઆરપી ગેમઝોનમાં ગત તા.૨૫ મેના રોજ અિકાંડ સર્જાયો હતો અને અંદર રહેલા બાળકો મોટેરાઓ મળી ૨૭ નિર્દેાષ માનવીઓએ જીવ ગુમાવ્યા હતા. અનેક પરિવારની આંખોના આસું આજે પણ સુકાયા નથી. અિકાંડમાં જે–તે સમયે સરકાર પક્ષે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ત્રાજીયાએ ફરિયાદી બની ગુનો નોંધાવ્યો હતો. સીપી દ્રારા એડી. સીસી, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન–૨, એસીપી ક્રાઈમ સહિતના અધિકારીઓના વડપણ હેઠળની એસઆઈટી (સ્પેશિયલ ઈન્વેસ્ટીંગેશન ટીમ) સીટની રચના કરાઈ હતી.
તપાસમાં ગેમજોનના સંચાલકો તેમજ રાજકોટ મહાપાલિકાના પૂર્વ ટીઓ મનસુખ સાગઠિયા એટીપી રાજેશ મકવાણા, નિલેષ મકવાણા, ઈજનેર જયદિપ ચૌધરી, ફાયરબ્રિગેડ ચીફ ઈલેશ ખેરા, ભીખા ઠેબા મળી ૧૫ આરોપીઓની ધરપકડ કરી હતી. રિમાન્ડ લેવાયા હતા. હાલ તમામ આરોપી જેલમાં બધં છે.
કેસ યુટીપી (અન્ડર ટ્રાયલ) હોવાતી જો ચાર્જશીટ ૬૦ દિવસ બાદ રજૂ થાય તો આરોપીઓને જામીન મેળવવાના ચાન્સ મળી શકે. આરોપીઓને આવી કોઈ તક ન મળે એ માટે તા.૨૫–૭–૨૫ (આવતા ગુરૂવાર) પહેલા ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવા ક્રાઈમ બ્રાંચની સીટે તૈયારીઓ કરી છે.
જાણવા મળ્યા મુજબ આરોપીઓના તપાસ સ્ટેટમેન્ટ અંદાજે ૧૩૦૦૦થી વધુ કેસ પેપર્સ તૈયાર થયા છે. આરોપીઓના તપાસના કામે બેન્ક સ્ટેટમેન્ટ, એકાઉન્ટ તેમજ સરકારી કર્મચારી હોવાતી તેમની સર્વિસ રિલેટેડ બુક અને કાગળો, મોબાઈલ કોલ ડિટેઈલ્સ તેમજ અન્ય ડોકયુમેન્ટ્રી એવીડન્સ મળીને અંદાજે દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ બનવાની શકયતા છે.
ચાર્જશીટમાં તહોમતદારોના નામ, તહોમતનામાની વિગતો, પુરાવાઓ, સાહેદોના અને સાહેદોને સાબિત કરતા પુરાવાઓ અન્ય દસ્તાવેજી પુરાવાઓ સહિતની વિગતો રજૂ થશે. ચાર્જશીટમાં અલગ અલગ તપાસ હેઠળના પેપર્સના બચં બનાવીને રજૂ કરાશે. અંદાજે આગામી સાહે બુધવારે તા.૨૪ના રોજ ચાર્જશીટ કોર્ટમાં રજૂ થશે
સીડીઆરની માહિતીઓ સહિતની વિગતોથી ચાર્જશીટના પેજ વધશે
દોઢ લાખથી વધુ પેજનું ચાર્જશીટ થશે તેવું જાણવા મળી રહ્યું છે. એ બાબતે એવી વાત છે કે, આરોપીઓના સીડીઆર (મોબાઈલ કોલ ડિટેઈલ્સ રેકોર્ડ) કઢાવાયા છે. કેટલાકના મોબાઈલ કાલની બે–બે હજાર પેજથી વધુની વિગતો આવી હોવાના કારણે દોઢ લાખથી વધુ પેજ થવાનો અંદાજ છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો પેજનો આકં ચાર્જશીટ નજીકનો?
સીટ દ્રારા આગામી સાહે અિકાંડ કેસનું ચાર્જશીટ કોેર્ટમાં રજૂ થવા જઈ રહ્યું છે. એ પૂર્વે જ બે દિવસ પહેલા ગુરૂવારે મળેલા મહાપાલિકાના જનરલ બોર્ડ દરમિયાન મહાપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ચાર્જ શીટ બે, અઢી લાખ પેજનું થશેનો શબ્દ ઉચ્ચારી નાખતા વિપક્ષે ભારે હાહા કરી નાખી હતી કે ચાર્જશીટ પૂર્વે જ પેપર ફટી ગયું શાસકોને ખબર પડી ગઈ કે ચાર્જશીટ કેટલા પેજનું છે. હજી કદાચ ચાર્જશીટના પુરા પેજ તો સીટ દ્રારા પણ ગણાયા નહીં હોય કે આવી આખરી કાબમગીરી ચાલી રહી હશે એ પૂર્વે રાજકીય આગેવાનો આકં ડિકલેર કરી દેતાં આગામી સપતો જ સાચો ખ્યાલ આવશે કે ચાર્જશીટ જાહેર કરેલા બે–અઢી લાખ પેજના આકં મુજબનું છે કે, આ આકં હવામાં ગાળાની માફક ઉડાડાયો હતો. કે પછી તેમના આકં નજીકના જ પેજનું ચાર્જશીટ રજૂ થનાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજુઓ પોરબંદર જિલ્લામાં જમીન પર થયેલા દબાણ અંગે કલેકટરે શું કહ્યું
April 02, 2025 01:38 PMલીંબુના ભાવમાં આકાશને આંબતો વધારો : કિલોના ₹200
April 02, 2025 01:37 PMપોરબંદરમાં રઘુવંશી એકતા દ્વારા મહાપ્રસાદી અંગે યોજાઇ બેઠક
April 02, 2025 01:36 PMજુઓ પોરબંદર આજકાલનો 22 મો જન્મદિવસ કઈ રીતે ઉજવાયો
April 02, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech