BREAKING NEWS

એરપોર્ટ રોડ પર રાત્રીના નશાની હાલતમાં બખેડો કરતા ચાર શખસો સામે ગુનો નોંધાયો

  • July 07, 2026 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાહેરમાં મારામારી કરતા હોય જાગૃત નાગરિકે કોલ કરતા પોલીસ પહોંચી: ચારેયની પૂછતાછ કરતા નશાની હાલતમાં હત


એરપોર્ટ રોડ પર ફાટક પાસે રાત્રીના ચાર શખસો જાહેરમાં મારમારી કરતા હોય જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી ચારેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતાં. પુછતાછ કરતા ચારેય નશાની હાલતમાં હોવાનું માલુમ પડયુ હતું. જેથી તેની સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ પ્ર.નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રાહત્પલભાઈ મેટાળીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના તેઓ ઇન્વે રાઇટર તરીકે ફરજ પર હતા. દરમિયાન રાત્રીના ૧૧:૫૫ કલાકે જનરક્ષક ૧૧૨ ના ઇન્ચાર્જ કોન્સ. નૂરજાબેન સિદીકભાઇનો કંટ્રોલ મમાંથી કોલ આવ્યો હતો કે, એરપોર્ટ ફાટક પાસે ચાર શખસો જાહેરમાં નશાની હાલતમાં મારામારી કરતા હોય જેથી પ્ર.નગર પોલીસના સ્ટાફે અહીં પહોંચી આ ચારેયને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
બાદમાં આ શખસોની પૂછતાછ કરતા તેમણે પોતાના નામ મોહસીનખાન મોહમ્મદ રફીક નાગોરી (ઉ.વ.૩૫ રહે. નેહનગર મેઇન રોડ શેરી નંબર ૨), સાકીર રફિકભાઈ નાગોરી (ઉ.વ.૩૫ રહે. અલકાપુરી શેરી નંબર ૨, રૈયા રોડ), મયુરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.૪૧ રહે. રાજશકિત પાર્ક શેરી નંબર ૮, બજરંગવાડી) અને રત્નેશ મુકેશભાઈ વસાણી (ઉ.વ. ૩૬ રહે. નિર્મળા રોડ, બાલમુકુંદ–૫) હોવાનું જણાવ્યું હતું. ચારેય થોથરાતી જીભે બોલતા હોય જેથી ચારેય નશો કર્યેા હોવાનું માલુમ પડું હતું. જેથી આ મામલે ચારેય શખસો સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, આ ચારેય મિત્રો હોય અને નશાની હાલતમાં કોઈ બાબતે અંદરો અંદર ઝઘડો કરતા હતા. દરમિયાન કોઈ જાગૃત નાગરિકે પોલીસને કોલ કરતા પોલીસે ચારે શખસો વિદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News