BREAKING NEWS

શિક્ષિકાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા અશ્લિલ ફોટા વાયરલ કરનાર વિદ્યાર્થી સામે ગુનો નોંધાયો

  • April 18, 2026 10:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં રહેતી શિક્ષિકાના અશ્લીલ ફોટા વાયરલ કરનાર મવડીના ધ્રુવલ દેસાઈ સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો નોંધાયો છે. શિક્ષિકાએ દુષ્કર્મની ફરીયાદ નોંધાવતા આરોપીએ ફિનાઈલ પી આપઘાતનો સ્ટંટ કરી શિક્ષિકાના અર્ધનગ ફોટા, મોબાઈલ અને બેંક એકાઉન્ટ નંબર વાયરલ કરી દિધા હતાં. જે અંગે કાર્યવાહી કરવામાં આવી છે. બનાવ અંગે ૩૮ વર્ષીય શિક્ષિકાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધ્રુવલ પંકજ દેસાઈ (રહે સંસ્કાર સીટી, મવડી) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, સને ૨૦૧૨-૧૩ માં તેણી એક ખાનગી સ્કુલમાં શીક્ષિકા તરીકે નોકરી કરતી હતી ત્યારે ત્યાં ધ્રુવલ દેસાઈ નામનો છોકરો અભ્યાસ કરતો હતો. બંન્ને કેસબુક ફ્રેન્ડ પણ હતા પરંતુ ક્યારેય ચેટ કરેલ ન હતું. વર્ષ ૨૦૨૩-૨૪ માં તેણી અન્ય ખાનગી સ્કૂલમાં શીક્ષિકા તરીકે નોકરી કરતી હતી. ત્યારે જુન-૨૦૨૪ ધ્રુવલ દેસાઈએ ફેસબુકમાં મેસેજ, કરેલ અને ત્યારથી બંને સંપર્કમાં આવી વાતચીત કરતા હતા અને એકબીજાને રુબરૂ મળવા લાગેલ હતાં. બહાર ફરવા પણ જતા હતા. દરમ્યાન ધ્રુવલે તેણી સાથે લગ કરવાની લાલચ આપેલ અને અવાર નવાર અલગ અલગ જગ્યાએ શારીરીક સબંધ બાંધેલ હતો. દોઢેક વર્ષના રીલેશન બાદ એમ હતું કે ધ્રુવલ મારી સાથે વગ કરશે પરંતુ તેણે છોડી દીધેલ અને અન્ય જગ્યાએ સગાઈ કરી લગ્ન કરી લીધેલ હતાં. જેથી આ બાબતે
ગઈ તા. ૨૩/૦૩/૨૦૨૬ ના ગાંધીગ્રામ પોલીસ મથકમાં ધ્રુવલ દેસાઈ વિરુધ્ધમાં દુષ્કર્મ, છેતરપીંડી સહિતની કલમ મુજબની ફરીયાદ કરેલ હતી.
ફરીયાદ કર્યા બાદ ગઈ તા.૨૭/૦૩/૨૦૨૬ ના તેણી ઘરે હતી ત્યારે સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સાગ્રામમાં એક વીડીયો જોયેલ જે વીડીયોમાં ધ્રુવલ દસાઈ તેણીએ કરેલ ફરીયાદમાં પોતે નીર્દોષ હોવાનું જણાવી પોતાના સ્વબચાવમાં આ વીડીયોમાં ધ્રુવલ દેસાઈ પ્રથમ પોતે ફીનાઈલ પીતો દેખાય છે જેથી આ બાબતે ભાઈના મિત્ર અને ઓળખીતા લોકોને વાત કરી ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ એચ. પી. ગઢવી અને ટીમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application