કલ્યાણપુર પંથકની યુવતી પર દુષ્કર્મ પ્રકરણમાં ચાર શખ્સો સામે ગુનો

  • June 21, 2023 12:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મારી નાખવાની ધમકી આપી અવાર નવાર કુકર્મ આચર્યુ : ગઢકાના શખ્સોની શોધખોળ : ભારે ચકચાર

દ્વારકા જીલ્લાના કલ્યાણપુરની યુવતી પર દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં ગઢકા ગામના ચાર શખ્સો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અવાર નવાર યુવતિને હવસનો શિકાર બનાવીને ધમકી દેવામાં આવી હતી આખરે મામલો પોલીસમાં પહોચતા ફરીયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવા તપાસ લંબાવવામાં આવી છે.
કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા એક મહિલા પર દુષ્કર્મ ગુજારવા અંગેના પ્રકરણ સબબ ગઢકા ગામના જીવણ નથુભાઈ મધુડિયા, રાકેશ લખુભાઈ નકુમ, જયેશ કાનાભાઈ નકુમ અને જમન માધાભાઈ નકુમ નામના ચાર શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આટલું જ નહીં, આરોપી શખ્સો દ્વારા ભોગ બનનાર યુવતી સાથે અવારનવાર બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા બાદ જો આ બાબતે તેણી કોઈને જાણ કરશે તો તેણીની દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
જે અંગે પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application