BREAKING NEWS

નાણાવટી આવાસમાં રહેતા શખસે રાત્રીના પાર્કીંગમાં પડેલી કારને આગ ચાંપી દીધી

  • February 14, 2026 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શહેરના નાણાવટી ચોક પાસે આવેલી આવાસ યોજના ક્વાર્ટરમાં પાર્કિંગમાં પડેલી કારને અહીં જ રહેતા શખસે આગ ચાપી દીધી હતી. આ શખસે અગાઉ જ કાર સળગાવી દેવાની ધમકી આપી હતી જે સાબિત કરી બતાવી. કાર માલિક યુવાનનો પુત્ર આરોપીની બહેનને ભગાડી ગયો હોય જે બાબતનો ખાર રાખી આ કૃત્ય આચર્યું હતું. જે અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.



બનાવ અંગે ચીરાગભાઈ બોદુભાઈ ઘોરી (ઉ.વ.૪૨) (રહે.વિજયપ્લોટ શેરી નં.૧૦ હીંગળાજ જવેલર્સ સામે રાજકોટ) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિમલભાઇ ઉર્ફે ભાયો સતિષભાઇ અગ્રાવત(રહે. આરએમસી કવાર્ટર, નાણાવટી ચોક) નું નામ આપ્યું છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંદરેક દિવસ પહેલા તેનો ભત્રીજો રાજ ચૌહાણ (રહે.આર.એમ.સી કવાર્ટર, નાણાવટી ચોક) યુવાનની બ્રેઝા કાર નંબર- જીજે -03-પીડી-0165 વાળી હંકારવા માટે લઈ ગયેલો હતો. બાદમા આજરોજ વહેલી સવારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં યુવાન ઘરે હતો ત્યારે મારા ભત્રીજા રાજ ચૌહાણનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, અમારા પાડોશી વીલાસબેન સુરેશભાઈ વાલાણી ઘરે જાણ કરવા આવેલા કે, તમારી ગાડી આપણા કવાર્ટરમાં રહેતા વિમલ ઉર્ફે ભાયો સતીષભાઈ અગ્રાવતે સળગાવી નાખી છે અમે રાત્રીના બે વાગ્યાના અરસમા લગ્નપ્રસંગમાથી ઘરે આવ્યા હતા અને કાર આર.એમ. સી કવાર્ટરના નીચે પાર્કીંગમા રાખી હતી. ભત્રીજાએ આ વાત કર્યા બાદ યુવાન તાત્કાલીક નાણાવટી ચોક આર.એમ.સી કવાર્ટર ખાતે ગયો હતો અને ત્યા જઈને જોતા આગ ફાયર વિભાગે બુજાવી નાખી હતી.


યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, બનવાનું કારણ એ છે કે, આજથી એકાદ માસ પહેલા તેનો દિકરો સાહીદ વિમલ સતીષભાઈ અગ્રાવતની બહેન મનીષાને ભગાડીને લઈ ગયો હોય, જે બાબતનો ખાર રાખીને ગત તા.૦૯/૦૨/૨૦૨૬ ના રોજ યુવાન ઘરે હતો ત્યારે વીમલે તેના વોટસએપ કોલ કરીને કહ્યું હતું કે, મારી સાથે જુના કેસમા સમાધાન કરી લે નહીં તો તને છરીના ઘોદા મારી દઈશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ગાડી સળગાવી નાખવાની વાત કરી હતી. બાદમાં તેણે કારમાં આગ લગાડી પોતાની ધમકીને સાબિત કરી બતાવી હતી. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application