જેતપુર પીઠડિયા ગામે કોઝવે ઉપર કાર તણાઈ: કાર ચાલકનો બચા

  • October 15, 2024 10:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુરના પીઠડીયા ગામે ગતરાતે પડેલ મુશળધાર વરસાદમાં ગામના કોઝ વે પરથી કાર લઈને આવતા ગામના યુવકની કાર પાણીમાં તણાવા લાગી હતી. સદનસીબે યુવક કારમાંથી કૂદીને બહાર નીકળી ગયો પરંતુ કાર છે તે પુરના પાણીમાં તણાઈ ગઈ હતી.
પીઠડીયા ગામે રહેતા જનકભાઇ દાવારા નામનો યુવક ગતરાતે વરસાદ વરસતો હતો ત્યારે રોજિંદી ક્રિયા મુજબ જેતપુરથી પોતાની કાર લઈને ગામમાં આવેલ નાગબાઈના મંદિર પાસેના કોઝ વે પરથી આવતો હતો. પરંતુ ગતરોજનો કોઝ વે પર અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ વધી જતાં જનકભાઇ કાર સાથે પાણીમાં ફસાઈ ગયા હતાં. અને પાણીના પ્રવાહમાં તેની કાર તણાવા લાગી હતી. જેથી જનકભાઇ હિંમત કરી પોતાની કારમાંથી કૂદકો મારીને બહાર નીકળી ગયાં. અને તેઓ બહાર નીકળતા જ કાર પુરના પાણીમાં તણાઈ ગઈ હતી. સવાર થતા આ કાર નેશનલ હાઈ વે પાસેના  પુલ નીચેના પાણીમાં પડી હતી જેને જેસીબીની મદદથી બહાર કાઢી લેવાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application