પોરબંદરના નાગકા નજીક વિદેશી દા ભરેલી કાર પસાર થતી હોવાની શંકાના આધારે બગવદર પોલીસે એક યુવાનને ૧૨૦ બોટલ શરાબ સાથે પકડી પાડયો છે એટલું જ નહી પરંતુ તેને માલ આપનાર અને આ દા પૂરો પાડનાર ઇસમોના નામ ખુલતા તેઓની સામે પણ ગુન્હા દાખલ થયા છે.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક જાજડીયા તથા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ દ્વારા પોરબંદર જિલ્લામાં દાની બદી સદંતર નેસ્તનાબુદ કરવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે બગવદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર એ.એસ. બારા તથા પોલીસ સ્ટાફના માણસો બગવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન નાગકા ગામ તરફથી એક શંકાસ્પદ લોડેડ સ્વીફટ કાર આવતી હોવાનું જણાતા આ ફોર વ્હીલ કારને રોકાવી ચેક કરતા ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની વિદેશી દાની અલગ-અલગ કંપનીની શીલપેક બોટલ જેમાં ૭૫૦ એમ.એલ. વ્હીસ્કીની શીલ પેક બોટલ નંગ-૯૬ની કિંમત ા.૪૪,૬૪૦ તથા ૭૫૦ એમ.એલ. કંપનીની સીલ પેક બોટલ નંગ -૨૪કિ. ા. ૧૩,૪૬૪ મળી કુલ બોટલ નંગ-૧૨૦ની ટોટલ કિ.ા. ૫૮,૧૦૪ તથા સ્વીફ્ટ ફોરવ્હીલ કારની કિંમત ા. ૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.ા. ૨,૫૮,૧૦૪નો મુદામાલની હેરફેર કરી આરોપી બાવન દાનાભાઇ કટારા ઉ.વ. ૨૭ રહે. બાવળવાવ, સિંહજર નેશ, વાળાને પકડી પાડયો હતો તથા તેને આ દા નો જથ્થો આપનાર અરજન કારાભાઇ શામળા, રહે. રાણપર ગામ, ધ્રામણીનેશ, તા. ભાણવડ, એ વેચાતો આપી અને બગવદરના આરોપી રાજુ કનુભાઇ ફાફડીયા એ આ દાનો જથ્થો મંગાવ્યાનું બહાર આવતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર એ.એસ.બારા, પો. હેડ. કોન્સ. વિ. એન ભુતીયા તથા કે.આર. કરંગીયા તથા વિ.કે. ઘુઘલ, ડી.આર. સીસોદીયા, પોલીસ કોન્સ્ટેબલ અનોપસિંહ ભાવુભા ભટ્ટી, લોકરક્ષક દિલાવરસિંહ કચરાભાઇ કાછેલા દ્વારા કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના દરિયે મેગા ઓપરેશનમાં ગેરકાયદેસર માછીમારી કરનારા નવ શખ્શો પોલીસને હાથ ઝડપાયા
December 23, 2024 02:39 PMરતનપર નજીક ઝુરીઓમાં ત્રણ દિવસમાં ત્રીજી વાર લગાડાઇ આગ
December 23, 2024 02:38 PMપોરબંદરની લો કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બન્યા કાયદા વિદ્યાશાખાના ડીન
December 23, 2024 02:37 PMતાંત્રિકીયા ચોકમાં ચાલતી અંધશ્રધ્ધાનું આવ્યુ કાયમી નિરાકરણ
December 23, 2024 02:34 PMનવ મહિના પહેલા છેતરપીંડી કરી નાસી છુટનાર બે મહિલાઓ ઝડપાઇ
December 23, 2024 02:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech