શહેરમાં પુરપાટ ઝડપી દોડી રહેલા વાહનોની ગતિ પર અંકુશ લગાવવામાં પોલીસ વામણી પુરવાર થઈ રહી છે. આ રીતે પૂરપાટ ઝડપે વાહન હંકારનાર વાહન ચાલકો પોતાની સાથે અન્ય જિંદગી પણ જોખમમાં મૂકતા હોય છે. શહેરમાં અવારનવાર સામાન્ય અકસ્માતથી લઈ જીવલેણ અકસ્માતોની ઘટના આવા વાહન ચાલકોના લીધે બનતી રહે છે. ત્યારે રાત્રિના શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પર પાસે રાત્રિના પુરપાટ ઝડપે વાહન ચલાવનાર કાર ચાલકે કાબૂ ગુમાવતા ફૂટપાથ સાથે કાર અથડાયા બાદ કાર ફૂટબોલની જેમ ફંગોળાઈ હતી અને બેથી ત્રણ ગોથા ખાઈ કાર ફૂટપાથ પર ઉંધી પડી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાર ચાલકે નશો કર્યો હોવાની ચચર્િ જાગી છે.
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે રાત્રિના એક કારચારક પુરપાટ ઝડપે અંદાજે 100 થી વધુની સ્પીડે પોતાની કાર હંકારી કાબુ ગુમાવતા કાર ફૂટપાથ સાથે અથડાયા બાદ ફૂટબોલ માફક ફંગોળાઈ હતી અને 3 થી 4 ગોથા ખાધા બાદ અહીં ફૂટપાથ પર કાર ઊંધી પડી ગઈ હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બનાવના પગલે પોલીસ સ્ટાફ પણ અહીં પહોંચી ગયો હતો ઘટનાસ્થળે ચચર્તિી વિગતો મુજબ કારચાલકે નશો કર્યો હોય અને નશાની હાલતમાં તેને ભાન ન રહ્યાનું જાણવા મળ્યું છે. જોકે આ બાબતે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. બીજી તરફ રાતની ઘટના હોવાથી રસ્તા પર ખાસ વાહનોની અવરજવર ન હોય સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech