એનઓસી વિના ધમધમતી 44 શાળા અને 13 ટયુશન કલાસ સીલ

  • June 01, 2024 01:51 PM 

નવાગામ ઘેડમાં આવેલ અગ્રાવત હોસ્પિટલ અને હવાઇચોકમાં આવેલ ન્યુ બોન હોસ્પિટલને પાર્ટ ટાઇમ સીલ કરાઇ: આજે પણ સીલીંગની કાર્યવાહી

રાજકોટમાં થયેલા ગેમઝોનના અગ્નિકાંડ બાદ જામનગર મહાપાલિકાનું તંત્ર એકશનમાં આવી ગયું છે, 20 હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સીલ કરાયા બાદ ગઇકાલે 44 ખાનગી શાળા, 13 ટયુશન કલાસ અને 2 ખાનગી હોસ્પિટલને પાર્ટ ટાઇમ સીલ કરી દેવામાં આવી છે, જે લોકોના બાંધકામ ગેરકાયદેસર હશે તે તમામના બાંધકામો તોડી પાડવામાં આવશે જેમાં કોઇની પણ શેહ-શરમ નહીં રખાય એવું કોર્પોરેશને જાહેર કર્યુ છે, હજુ પણ શાળા, કોલેજ, ખાનગી હોસ્પિટલમાં પણ પગલા લેવાશે, દ્વારકા અને જામજોધપુરમાં પણ હોટલ, રેસ્ટોરન્ટો સીલ કરવાની કામગીરી શ કરી દેવામાં આવી છે અને આજે શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં એસ્ટેટ શાખાની ટીમે કામગીરી શ કરી છે.


જાણવા મળતી વિગત પ્રમાણે જામનગર શહેરમાં ગઇકાલે ફાયરના વડા કે.કે.બિશ્ર્નોઇ, એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફે જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 44 જેટલી ખાનગી શાળાઓ સીલ કરી છે જેમાં કેટલીક ખ્યાતનામ શાળા-કોલેજ પણ આવી જાય છે, આ ઉપરાંત 13 ટયુશન કલાસીસને પણ સીલ કરી દેવામાં આવ્યા છે, ઠેબા ચોકડી રોડ પર જે રેસ્ટોરન્ટ, હોટલ ખોલી નાખવામા આવ્યા હતાં તે સુપર ફેમીલી રેસ્ટોરન્ટના સંચાલકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને આ રેસ્ટોરન્ટની ફરીથી સીલ કરી દેવામાં આવ્યું છે.


જામનગરની જાણીતી કેટલીક શાળાઓમાં વર્ષોથી ફાયરની સેફટી અને સાધનો ન હતાં, આ ચેકીંગ કાર્યવાહીમાં સીટી ઇજનેર ભાવેશ જાનીની રાહબરી હેઠળ ફાયર સિસ્ટમની સગવડતા કેવી છે ? પીજીવીસીએલના વાયરીંગની કોઇ સમસ્યા છે કે કેમ ? કયાં પ્રકારની મંજુરી લેવામાં આવી નથી તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, હજુ પણ કેટલાક કલાસીસની બહાર શેડ ઉભા કરવામાં આવ્યા છે, મોટાભાગના આ પ્રકારના શેઠ ગેરકાયદેસર છે, હોટલ અને રેસ્ટોરન્ટની બહાર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે, આ બધુ ધીરે-ધીરે દુર કરવામાં આવશે, એટલું જ નહીં તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો સરકારની સુચના મુજબ કોઇની પણ શરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવશે.


અત્યાર સુધીમાં 4 દિવસમાં કોર્પોરેશને 20 રેસ્ટોરન્ટ, હોટલ અને ઢાબા, 44 ખાનગી શાળા, 13 ટયુશન કલાસ, 2 ખાનગી હોસ્પિટલ પાર્ટ ટાઇમ સીલ કરી દેવામાં આવી છે, હજુ પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એવી પણ ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, છેલ્લા 2-3 દિવસથી ફાયર સિસ્ટમની કેટલીક ચીજવસ્તુના ભાવો વધી ગયા છે તે પણ હકીકત છે.
દ્વારકા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીના મામલે 100થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવામાં આવ્યા છે, કેટલીક હોસ્પિટલોમાં પણ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે અને 80 જેટલા મિલ્કતધારકોને નોટીસ પાઠવવામાં આવી છે જયારે જામજોધપુરમાં પણ એનઓસી અને લાયસન્સ વિના ધમધમતા 4 હોટલ અને રેસ્ટોરન્ટ સીલ કરી દેવાયા છે જેમાં શ્રીજી રેસ્ટોરન્ટ, હેપી લાઇફ રેસ્ટોરન્ટ, રોયલ ઢોસા રેસ્ટોરન્ટ અને મોમ્સ કાફે સીલ કરી દેવાયું છે, જયારે ભાણવડમાં પણ કેટલીક ખાનગી હોસ્પિટલો, ફટાકડાની દુકાનને પણ મામલતદાર અને પોલીસ દ્વારા ચીફ ઓફીસરને સાથે રાખીને ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી છે.


સીલ થયેલી ખાનગી સ્કૂલ અને કલાસીસના નામ

સેન્ટ ફાન્સીસ સ્કુલ, પી. એન. માર્ગ, બ્રિલિયન્ટ સ્કીલ કોમ્પ્યનીટી કોલેજ, વાલ્કેશ્વરી, ડો. તક્વાણી હોસ્પી. પાસે, શ્રીમતિ ઈન્દીરા પ્રા. શાળા, પંકજ સોસાયટી, ટી.બી.હોસ્પીટલ સામે, સેન્ટ આન્સ પ્રિ-પ્રાયમર સ્કુલ, પાર્ક કોલોની, તક્ષશિલા સ્કુલ, શ સેકશન રોડ, બા શ્રી હિરાબા રામસિંહજી રાજપુત ક્ધયા છાત્રાલય, શ સેકશન રોડ, ઈન્સ્ટીટ્યુટ, ગેલે રીયા કોમ્પ્લેક્ષ, પટેલ કોલોની, નિકુંજ સર ક્લાસીસ, ગેલેરીયા કોમ્પ્લેક્ષ, પટેલ કોલોની, ઓધવદીપ સ્કુલ, પ8 દિ. પ્લોટ, શ્રી વારાહી સ્કુલ, પર દિ. પ્લોટ, હમ્ઝા પ્રા. શાળા, અલસફા પાર્ક, મુસ્કાન પ્રા. શાળા, ખોજાનાકા પાસે, તાહેરીયા સ્કુલ, કાલાવડ નાકા બહાર, મોર્ડન ક્લાસીસ, ખોજાનાકા પાસે, ધ્રુવ ક્લાસીસ, સિધ્ધાર્થ શોપીંગ સેન્ટર, પ્રાઈમ સ્કુલ, રામનગર એમ.પી. શાહ ઉદ્યોગનગર, એક્તા સ્કુલ, રામેશ્વર નગર, પટેલવાડી મેઈન રોડ, એલ. એન. કલાસીસ, એમ. પી. શાહ ઉદ્યોગનગર, જેકુરબેન સોની સ્કુલ, સતવારા જ્ઞાતિ સ્કુલ, નવભારત વિદ્યાલય, મીનાક્ષી સ્કુલ, નેશનલ કોમ્પ્યુટર કોલેજ, સરસ્વતી શિશુ વિદ્યાલય, સ્વામિનારાયણ સ્કુલ, બાલાજી કલાસીસ, પુથ્વી કલાસીસ, ભીમાણી કલાસીસ, કીડસ કેશલ પ્રિ-સ્કુલ, પાર્થ ઈન્ફોટેક કોમ્પ્યુટર, આલ્ફા ક્લાસીસ, પારાગ્રાન્ટ સ્કુલ, વૃજભૃષણ સ્કુલ, સંસ્કાર ઈન્ટરનેશનલ સ્કુલ, પી. આર. સ્કુલ, રોયલ સ્કુલ, ચેસ ઈગ્લીશ મીડીયમ સ્કુલ, વિજય સોઢા સ્કુલ, બ્રિલિયન્ટ સ્કુલ-1, લીમડા લાઈન, બ્રિલિયન્ટ સ્કુલ-2, લીમડા લાઈન, એમ. પી. શાહ કોમર્સ કોલેજ, સાત રસ્તા પાસે, દિવ્યાબેન રાવલ ક્લાસીસ, હિરામમોતી પાર્ક, ધી મોરલ ક્લાસીસ, દિપક શોપીંગ સેન્ટર, સોઢા બાલમંદિર અને લીટલ સનસાઈન પ્લે હાઉસ, રામવાડી-ગુલાબનગર, સૂર્યદિપ વિદ્યા સંકુલ, ગોકુલનગર, રડાર રોડ, બંસી પ્રાયમરી સ્કુલ, ગોકુલનગર, રડાર રોડ, શીતલ સ્કુલ, મોહન નગર, રડાર રોડ, શ્રી સરસ્વતી એજયુ. ટ્રસ્ટ, નાયરાયણ નગર, રડાર, રાધિકા કલાસીસ, કામદાર કોલોની મેઈન રોડ, બંશીધર વિદ્યાલય, પરીશ્રમ વિદ્યાલય,બી. એન. ઝાલા વિદ્યાલય, કિલ્લોલ / યશ વિદ્યાલય, જય ભગવાન વિદ્યાલય, સિધ્ધનાથ પ્રા. શાળા, શ્રીજી વિદ્યાલય, વેદમાતા પ્રા. શાળા, અગ્રાવત હોસ્પીટલ (પાર્ટલી સીલ), ન્યુ બોર્ન હોસ્પીટલ, હવાઈચોક (પાર્ટલી સીલ) કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News