પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી એક વેપારી ઇંગ્લીશ દારુ સાથે પકડાયો

  • June 08, 2024 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સપ્લાયરનું નામ ખુલ્યું


જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તાર માથી એક વેપારીને પોલીસે ઇંગલિશ દારુ સાથે ઝડપી લીધો છે, જ્યારે તેની પૂછપરછ માં દારૂ ના સપ્લાયર નું નામ ખુલ્યું છે.


જામનગરમાં પંચેશ્વર ટાવર નજીક વંડાફળી વિસ્તારમાં રહેતા રાહુલ અજયભાઈ પાડલીયા નામના એક વેપારીને સીટી એ. ડિવિઝન પોલીસે પાંચ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા સાથે ઝડપી લીધો છે, અને તેની સામે દારૂ બંધી ભંગ બદલ ગુનો નોંધ્યો છે.


પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરના ગુલાબ નગર નજીક મોહનનગર આવાસમાં રહેતા વિશાલ ગુણવંતરાય ગોપિયાણી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જણાવતાં તેને ફરારી જાહેર કરાયો છે.

જામનગરના બેડી રામનગરના ઢાળીયા વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલા સલીમ ઉર્ફે મુન્ના નૂરમહામદ ને પોલીસે ઝડપી લીધો છે, અને તેની સામે પણ દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application