વેસ્ટ આફ્રિકામાં ધંધામાં ૬૦ લાખનું નુકસાન જતાં દંપતીએ બનેવી સાથે મળી બદનામ કર્યાની વેપારીની ફરિયાદ

  • February 08, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના યુનિ. રોડ પર કર્મચારી સોસાયટી શેરી નં.૩ રહેતા હિતેષ ચીમનભાઈ સાગર નામના વેપારીએ પોતાની સાથે વેસ્ટ આફ્રિકામાં હિટાચીના ધંધામાં ૬૦ લાખનું રોકાણ કરી ધંધામાં નુકસાન જતાં ભાગીદાર જયેશ પ્રાણલાલ ધકાણ જયેશના પત્ની એકતાબેન તથા જયેશના વેવાઈ ચિરાગ રહે. બધા શિલ્પન નોવા વિંગ એ૨ યુનિ. રોડએ નાણાનું વળતર માગી ઘરે અને રૂબરૂ આવી ધમકી આપીને પોતે બદનામ થાય એ રીતે ૩ કરોડ રૂપિયા તફડાવી લીધાના આક્ષેપો કર્યાના આરોપસર દંપતિ સહિત ત્રણ સામે યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગતો મુજબ હિતેષ ભારત તેમજ ભારતની બહાર વેસ્ટ આફ્રિકામાં હિટાચી તથા હોન્ડાઈ કંપનીના સાધનો ભાડે આપવાનું કામ કરે છે. પરિચીત એવા જયેશ સાથે જેસીબી મશીન ખરીદ કરી આફ્રિકાના કોનાકટી (ગીની) ખાતે મુકવાનું નકકી કરી જયેશની સહમતી સાથે ૬૦ લાખનું રોકાણ કયુ હતું અને મશીન ખરીદ કરીને ચલાવવા મુકયું હતું. આ ધંધામાં નુકસાની થઈ હતી. જેથી ગત તા.૧૧ના રોજ રાત્રીના જયેશભાઈ તેના પત્ની એકતાબેન, પુત્રવધુ રાધીકાબેન હિતેષના ઘરે આવ્યા હતા અને નુકસાનનું વળતર માગી ઝઘડો કર્યેા હતો.

જે બાબતે જે તે સમયે પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો. ત્યાર બાદ પણ આરોપીઓ દ્રારા હિતેષના પત્ની મીનાક્ષીને ફોન કરીને જેમ તેમ બોલતા હતા. ૬૦ લાખ પેટેના ૨૨ લાખ રૂપિયા ચુકવી દીધા હતા. આમ છતાં જયેશ અને તેનો વેવાઈ ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપી ધમકી આપતા હતા. ૫૦ ટકા લેખેની ભાગીદારીમાં ધંધો કર્યેા હતો અને તે પેટેના નાણા પણ ચુકવ્યા હતા. આમ છતાં આ ધકાણ દંપતિએ ખોટી રીતે ત્રણ કરોડ રૂપિયાનું ધંધામાં રોકાણ કરીને નાણા ફસાવી લીધાની બદનામી સાથેની પોલીસ કમિશનરને લેખીત ફરિયાદ કરી હતી અને તેના કારણે પોતાના ધંધાને પણ ઠેંસ પહોંચ્યાનું હિતેષે ફરિયાદમાં જણાવ્યું છે.
વધુમાં વિગતો મુજબ ગત તા.૧૧ના રોજ જયેશ ધકાણના પત્ની એકતાબેને પતિ જયેશ તેમજ પતિના ભાગીદાર હિતેષ સામે યુનિ. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવો આરોપ મુકયો હતો કે, પતિએ ધંધામાં હિતેષ સાથે ભાગીદારીમાં લાખોની રકમનું રોકાણ કયુ હતું. ધંધામાં નુકસાન ગયાનું કહીને જયેશ ઘર ખર્ચ પણ આપતો ન હતો અને ત્રાસ આપતો હોવાનું સહિતના આરોપ મુકયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News