રાજકોટમાં છ ઝવેરીઓનું ૨ કરોડનું સોનું લઇ વેપારી ફરાર

  • March 06, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોની બજારમાંથી સોનુ લઈ સામાન્ય રીતે કારીગરો ફરાર થઈ જતા હોવાના બનાવો સમાયાંતરે બનતા રહે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં વેપારી પણ મોટી રકમનું સોનુ લઈ રફુચક્કર થઈ ગયાના બનાવ સોની બજારમાં બની ચૂકયા છે. ત્યારે વધુ એક આવો બનાવ સામે આવ્યો છે છ વેપારીઓનું બે કરોડનું સોનું લઇ સોની વેપારી શૈલેષ પાલા પલાયન થઈ જતા વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ અંગે વેપારી દ્રારા સોનું લઈ નાસી ગયેલા વેપારી સામે ફરિયાદ અરજી આપવામાં આવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ શ કરી કરોડોનું સોનુ લઇ ફરાર થયેલા વેપારીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અંગે જાણવા મળતી વિગતો મુજબ, હાથી ખાના મેઇન રોડ પર સિલ્વર માર્કેટમાં દુકાન ધરાવનાર વેપારી હિતેષભાઇ પારેખ દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા ૨૦ વર્ષથી હાથીખાના મેઇન રોડ પર દુકાન ધરાવી સોનાના દાગીનાનો વેપાર કરે છે તેમની દુકાનની સામે શૈલેષ હરગોવિંદભાઈ પાલા (ઉ.વ ૩૫ રહે. લમીવાડી મેઇન રોડ સ્નેહ એપાર્ટમેન્ટ, લેટ નંબર ૨૦૧, રાજકોટ)ની દુકાન આવેલી છે. તે પણ સોનાના દાગીના ખરીદ વેચાણ કરે છે.


વેપારી શૈલેષ પાલાને આશરે બે થી ત્રણ મહિનાથી ઓળખતા હોય અને તેની સાથે અવારનવાર સોનાના દાગીનાનું ખરીદ વેચાણ કરતા હોય દરમિયાન શૈલેષભાઈને આજથી બાર એક દિવસ પૂર્વે કટકે કટકે ૫૫૦ ગ્રામ સોનાનો તૈયાર દાગીના જેમાં કાનની બાલી તથા માળા વેચવા માટે આપેલ. જેમાંથી શૈલેષભાઈએ અરજદારની ૧૫૦ ગ્રામ સોનુ ફાઇન કટકે કટકે પરત આપેલ અને બાકી રહેલું ૪૦૦ ગ્રામ સોનુ લેવા માટે તેઓ જતાં તેણે સાંજે સોનુ લઈ જવા માટેનો સમય આપ્યો હતો. જેથી ફરિયાદી પોતાની દુકાને પરત આવી ગયા હતા.

બાદમાં સાંજના છેક વાગ્યે શૈલેષની દુકાને જતા અહીં સોની પંકજ ઉધવજીભાઈ લુંભાણી ૫૦ ગ્રામ સોનાના દાગીના, તેજસભાઈ મનજીભાઈ પારેખ ૩૦૦ ગ્રામ સોનાના દાગીના તથા હિતેશભાઈ રાજેન્દ્રભાઈ ગીરીયા ૫૦૪ ગ્રામ સોનાના દાગીના સોની કૃણાલભાઈ હસમુખભાઈ સાગર ૧૬૦ ગ્રામ સોનાના દાગીના અને સોની મિતભાઈ નરેન્દ્રભાઈ આડેસરા ૧૪૦ ગ્રામ સોનાના દાગીના લેવા શૈલેષભાઈની દુકાને આવ્યા હતા અને બધા લોકોએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈ અમારી પાસેથી સોના દાગીના વેચાણ કરવા માટે લઈ ગયા હતા જે સોનું અમે પરત લેવા આવ્યા છીએ. બાદમાં માલુમ પડું હતું કે, આ શૈલેષ પાલાએ વેપારીઓ પાસેથી સોનાના દાગીના વેચાણ માટે લઇ પરત નહીં કરી આ દાગીના ઓળવી જઇ પલાયન થઈ ગયો છે.શૈલેષની તેની દુકાને તાળા લાગવા ઉપરાંત તેના ઘરે પણ તાળા લાગી ગયા હોય જેથી વેપારીઓ એકત્ર થઈ આ બાબતે ફરિયાદ કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
એ ડિવિઝન પોલીસ મથકમાં વેપારીઓએ પોતાનું કુલ ૩૧૫૪ ગ્રામ સોનું કિંમત પિયા ૧,૯૬,૭૦,૦૦૦ આરોપી શૈલેષ પાલા ઓળવી ગયા અંગેની હકીકત જણાવતા આ બાબતે હાલ પોલીસે સોની વેપારી હિતેશભાઈ પારેખની ફરિયાદ અરજી લઇ પીઆઇ આર.જી.બારોટની રાહબરીમાં તપાસ આગળ ધપાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News