હળવદમાં મીનરલ વોટરના નામે ધીકતો ધંધો લોકોના આરોગ્ય સાથે છેડા

  • February 08, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં લગાળાની સિઝન પુર બહારમાં ખીલી છે મિનરલ વોટર પાણી નો ધંધો ફુલ્યો ફાલ્યો છે મોટા ભાગે પાટી પ્લોટ, વાડીઓ મોં મિનરલ વોટર પસદં કરવામાં આવે છે ત્યારે હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથક વિસ્તારોમાં મિનરલ વોટર પાણીના જગમાં પાણી ઠંડું રહે તે માટે નાઇટ્રોજન કેમિકલ પ્રવાહી સ્વપે ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે લાંબા સમયે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે , કેટલાક મિનલ વોટરના પ્લાનતો આઈએસઆઈ માર્કા વગર ખુલ્લ ેઆમ ધમધમી રહ્યા છે ત્યારે ફડ વિભાગ કુંભકરણની નિંદ્રામાંથી જાગીને આવા વગર લાયન્સ માર્કા વગર ધમધમતા પ્લાન્ટો અને મીનરલ પાણીના પ્લાન્ટ માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પાવી છે.
જે લોકો મીનરલ વોટરના બાટલા ઘરે–ઘરે મંગાવી રહ્યા છે પરંતુ વિચારે કે આ મીનરલ વોટરના નામે પધરાવવામાં આવતું ખરેખર મિનરલ વોટર  નો માર્કેા છે ત્યારે હળવદ શહેરમાં અનેક મિનર લ વોટરના આઈએસઆઈ પ્લાન્ટો બિલાડીના ટોપ માફક વધી રહ્યા છે જેમાંથી અમુક  મિનરલ વોટર પ્લાન્ટ વાળા પાસે  લાઈસન્સ છે,બાકી બીજા મિનરલ વોટર પ્લાન્ટ વાળા પાસે આઈએસઆઈ નો માર્કેા જ નથી, કાયદાના ચિથરા ઉડાડી  લોકોના જન આરોગ્ય સાથે ખુલ્લ ેઆમ છેડા કરી રહ્યા છે તેવું શહેરીજનોમાં ચચાઈ રહ્યું છે.
યારે ઠંડા પાણીના બાટલા ઠંડા રાખવા માટે નાઇટ્રોજન કેમિકલ કલાકો સુધી પાણીને ઠંડુ રાખે છે પણ તે નુકસાન પણ ભારે કરે છે આવા તત્વો  દ્રારા ૨૦ લીટર  પાણીમાં માત્ર એક ટીપા જેટલો નાઇટ્રોજન નાખવાની સાથે જ પાણી  ઠંડુ કરી નાખે છે પરંતુ આ નાઈટ્રોજન કેમિકલ માનવજીવન માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે આ પ્રકારનું પાણી દરરોજ લોકો પી રહ્યા છે નાઇટ્રોજન કેમિકલ એક પ્રકારનું એસિડ છે જે ફ્રીજ તથા એસી જેવા ઠંડા સાધનોમાં વપરાશ થાય છે નાઇટ્રોજન પ્રવાહીનો ઉપયોગ લોખડં અથવા ધાતુમાં ઝડપથી ઘસારો ન લાગે તે માટે તેને નાઇટ્રોજન કેમિકલમાંથી પસાર કરવામાં આવે છે નાઇટ્રોજન માઈનસ ૧૯૦ ડિગ્રી તાપમાન ધરાવે છે જે શરીરમાં પ્રવેશતા જ તમામ અંગો અને ચામડીને સ્થિલ કરી નાખે છે આ સાથે નાઇટ્રોજન પ્રવાહી શરીરમાં પ્રવેશતા જ ગેસના સ્વપમાં પાંતર થાય છે જે જઠર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે તો આવા તત્વો સામે તત્રં દ્રારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોની માગણી ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application