રાજકોટ મહાનગરપાલિકાના વિવાદાસ્પદ અને ચચર્સ્પિદ મહિલા સીટી એન્જિનિયર કે જે અગાઉ ત્રણ થી ચાર કોભાંડોમાં ચચર્મિાં આવી ચૂક્યા છે અને હાલમાં જ સ્વૈચ્છિક રાજીનામું આપીને નિવૃત્ત થયા છે તેવા અલ્પ્ના મિત્રના ઘરે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને મળેલી બાતમીના પગલે વિજલન્સ ટીમે દરોડા કાર્યવાહી હાથ ધરતા મહાપાલિકાની થોકબંધ ફાઈલો મળી આવી છે. તદઉપરાંત મહાનગરપાલિકાના સાતથી આઠ ડેપ્યુટી અને આસિસ્ટન્ટ એન્જિનિયરો પણ ત્યાં હાજર હોવાનું સામે આવતા જૂની તારીખના બિલોમાં સહીઓ કરીને બિલ મંજૂરી કરવાનું પછી કૌભાંડ આચરાય તે પહેલા જ તમામ ઇજનેરોને રંગેહાથ ઝડપીને અને સરકારી ફાઇલો સહિતનું સાહિત્ય જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ મામલે હવે આકરા શિક્ષાત્મક પગલાં તોળાઇ રહ્યા હોવાનું નિર્દેશ મ્યુનિસિપલ કમિશનરે આપ્યો હતો.
રાજકોટ મહાપાલિકામાં ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ બાદ એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ગત મોડી સાંજે હવે મહાપાલિકાના નિવૃત સિટી ઈજનર અલ્પ્ના મિત્રાએ જૂની તારીખના બિલો નિવૃત થયા બાદ પણ મંજૂર કરી કથિત કૌભાંડ આચરવા પોતાના કોટેચા ચોક ખાતેના ઘરે મંગાવેલી ફાઈલો અને રજીસ્ટરો ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. મહાપાલિકાની વિજીલન્સ શાખાએ દરોડો પાડીને સાાહિત્ય જપ્ત કરી ત્યાં હાજર રહેલા મહાપાલિકાના વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાના આઠ ડે. ઈજનેર, મદદનીશ ઈજનેર અને કર્મચારીઓ સામે રિપોર્ટ કર્યો છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈને વિગતો મળી હતી કે બે દિવસ પહેલા નિવૃત થયેલા સિટી ઈજનેર અલ્પ્ના મિત્રાના કોટેચા ચોક ખાતે આવેલા નિવાસસ્થાને કેટલીક ફાઈલો, રજીસ્ટરો અને પ્રોજેકટ રિપોર્ટ રાખ્યા છે અને મનપાના કર્મચારીઓને બોલાવ્યા છે તેવી વિગતો મળતા તેમણે ગઈકાલે સાંજે પાંચ કલાકે વિજીલન્સ વિભાગનો હવાલો સંભાળતા અધિકારી કાથરોટીયાને તપાસના આદેશ કયર્િ હતા. તેમણે બે મહિલા પોલીસ કર્મચારીઓ સાથે ટીમ કોટેચા ચોક ખાતે આવેલ અલ્પ્ના મિત્રાના ઘરે મોકલ્યા હતા. આ ટીમો ઘરે તપાસ માટે પહોંચી ત્યારે ત્યાં મહાપાલિકાની ફાઈલોનો ઢગલો અને રજીસ્ટરો મળી આવ્યા હતા. નિવૃત સિટી ઈજનેર દ્વારા ફાઈલો સર્ટિફાઈડ કરવાની હતી. કોઈ કર્મચારી નિવૃત થયા બાદ કોઈ બિલ ઉપર કે પ્રોજેકટ રિપોર્ટ ઉપર સાઈન કરી શકતો નથી. આમ છતા જૂની તારીખો નાખીને સર્ટિફાઈડ કરવા માટે કાર્યવાહી થવાની હતી. વિજીલન્સ ટીમ દ્વારા તમામ સાહિત્ય કબજે લઈને મનપાને સુપ્રત કરાયું છે. નિવૃત અધિકારી ક્યારે પણ ફાઈલો પોતાના ઘરે મંગાવી શકતો નથી કે નથી કે તેમાં સાઈનો કરી શકતો. કમિશનર ડી.પી. દેસાઈએ કહયું હતું કે, અમે આ મામલે તપાસ કરીને ફાઈલો અને રજીસ્ટર ગેરકાયદે મંગાવનાર સિટી ઈજનેર સામે તેમજ તેને ત્યાં હાજર રહેલા ડેપ્યુટી ઇજનેરો, મદદનીશ ઇજનેરો અને કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લઈશું. આ ઘટનાનો વિસ્તૃત રિપોર્ટ મંગાવ્યો છે અને લિગલ ઓપિનિયન મેળવી આગળની કાર્યવાહી હાથ ધરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech