અઠવાડિયા પૂર્વે જ લગ્ન કરનાર યુવાનને ઠોકરે લઇ મોત નિપજાવનાર બુટલેટર નિકળ્યો

  • March 11, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં રવિવારે બપોરના સમયે ઢેબર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં પાળ ગામના 30 વર્ષીય યુવાનનું મોત થયું હતું. આ હતભાગી યુવાનના અઠવાડિયા પૂર્વે જ લગ્ન થયા હતા. આ ઘટના અંગે પોલીસે બુલેટને હડફેટે લેનાર કારચાલકની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ કારચાલક લોહાનગરમાં રહેતો નામચીન બુટલેગર ધર્મેશ ઉર્ફે ધમો હોવાનું માલુમ પડ્યું હતું. આ મામલે પોલીસે મૃતકના પિતરાઇ ભાઈની ફરિયાદ પરથી કારચાલક વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


અકસ્માતના બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઢેબર રોડ પર રોકડિયા હનુમાન મંદિર નજીક રવિવારે બપોરે અજાણ્યા કાર ચાલકે બુલેટને ઠોકરે લેતા બુલેટચાલક લોધીકાના પાળ ગામે રહેતા સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ 30) ને ગંભીર ઇજા થવા સબબ તેનું મોત થયું હતું. મૃતક યુવાનના લગ્ન અઠવાડિયા પૂર્વે જ થયા હતા.


હીટ એન્ડ રનની આ ઘટનાને લઇ ભક્તિનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. દરમિયાન યુવાનના બુલેટને હડફેટે લઈ નાસી જનાર સ્વીફટ કારના નંબર જીજે 3 એમએચ 8281 હોવાનું અને આ કાર લોહાનગરમાં રહેતા કુખ્યાત ગુટલેગર ધર્મેશની હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં આ મામલે મૃતક યુવાનના પિતરાઈ ભાઈ અશોકસિંહ ભરતસિંહ જાડેજા (રહે.પાળ તા.લોધિકા ) ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક ધર્મેશ ઉર્ફે ધમો વાંદરી જાદવ (રહે. લોહાનગર, રાજકોટ) વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application