એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ઝડપી લીધો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ હુણ તથા નિતેશભાઈ સાદીયાને મળેલી ચોક્કસ મહિના આધારે ભાણવડ તાલુકાના ઢેબર ગામે એક શખ્સ સરકારની વગર મંજૂરીએ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર છેલ્લા ત્રણેક વર્ષથી લોકોની તબીબી સારવાર કરતો હોવાથી પોલીસ સ્ટાફે દરોડાની કાર્યવાહી કરી હતી.
આ કામગીરીમાં ભાણવડના નગર નાકા વિસ્તારમાં રહેતા અને સી.એમ.એસ.ઈ.ડી.ના વ્યવસાય સાથે સંકળાયેલા અબ્દુલા મુબારક અજીજમિયાં શેખ નામના 30 વર્ષના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આ સ્થળે ઉભા કરવામાં આવેલા દવાખાનામાં ઉપરોક્ત શખ્સ દ્વારા વિવિધ પ્રકારની દવાની ટીકડીઓ (ટેબ્લેટ), બાટલાઓ, સીરીંઝ, સ્ટેથોસ્કોપ વિગેરે જેવા મેડિકલને લગતા સાધનો પણ મળી આવ્યા હતા.
આમ, પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી, માનવ જિંદગી અથવા શારીરિક સલામતીને જોખમમાં મૂકે એવું કૃત્ય કરતા અબ્દુલ્લા મુબારક શેખને પોલીસે ઝડપી લઈને કુલ રૂપિયા 96,634 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યાર બાદ તેની સામે આઈ.પી.સી. કલમ 336 તથા મેડિકલ પ્રેક્ટિસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના ઈન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. હરદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, નિતેશભાઈ સાદીયા, પબુભાઈ માયાણી, સ્વરૂપસિંહ જાડેજા તથા સુમાતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech