પેરિસ પેરાલિમ્પિક પૂર્વે ભારતને ફટકો એમપીના ત્રણ ખેલાડી ડોપ ટેસ્ટમાં ફેલ

  • July 24, 2024 10:47 AM 



પેરિસ પેરાલિમ્પિક્સ 2024ની શરૂઆત પહેલા મધ્યપ્રદેશના ત્રણ એથ્લેટ કે જેઓ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા હતા તેઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા એથ્લેટ્સમાં રજની ઝા, રાષ્ટ્રીય સુવર્ણ ચંદ્રક વિજેતા શાલિની ચૌધરી અને ગજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે જેમના પર 1 જુલાઈ, 2024થી અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ત્રણેય ખેલાડીઓને સ્પોટ્ર્સ એસોસિએશને સસ્પેન્ડ કરઈ દીધા છે.
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 ફ્રાન્સના પેરિસમાં 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાવા જઈ રહી છે. પેરિસ પેરાલિમ્પિક્સનું આયોજન ખાસ કરીને વિકલાંગ ખેલાડીઓ માટે કરવામાં આવે છે. આ ગેમ્સ વિવિધ પ્રકારની વિકલાંગતા ધરાવતા ખેલાડીઓ માટે છે. પેરિસ પેરાલિમ્પિક્સની શરૂઆત પહેલા મધ્યપ્રદેશને મોટો ઝટકો લાગ્યો છે.નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પેરિસ પેરાલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયેલા મધ્ય પ્રદેશના ત્રણ નામાંકિત ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ ગયેલા એથ્લેટ્સમાં પેરા કેનો પ્લેયર રજની ઝા, એકેડેમીની સ્ટાર એથ્લેટ શાલિની અને અન્ય પેરા કેનો પ્લેયર ગજેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. નાડાના રિપોર્ટમાં આ ખેલાડીઓના ડોપિંગના મામલા સામે આવ્યા છે. ડોપ ટેસ્ટમાં ફેલ થયેલી 22 વર્ષની શાલિનીએ રાંચીમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ડિસ્કસ થ્રો ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે મૂળ ઉત્તર પ્રદેશની છે. શાલિનીને મેટાન્ડીએનોન મેટાબોલાઇટ માટે પોઝીટીવ જણાયું હતું. તે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા પ્રતિબંધિત પદાર્થ છે.તે જ સમયે, પેરિસ પેરાલિમ્પિક્સમાં ક્વોલિફાય કરનાર 34 વર્ષીય રજની ઝા અને એશિયન ગેમ્સમાં પેરા કેનોઇ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગજેન્દ્ર સિંહ પણ તેમાં સામેલ છે. રજનીએ મિથાઈલ ટેસ્ટોસ્ટેરોન ચયાપચય માટે સકારાત્મક પરીક્ષણ કર્યું. ગજેન્દ્ર સિંહ નોરેન્ડ્રોસ્ટેરોન માટે પોઝિટિવ આવ્યા છે. બંને પ્રતિબંધિત પદાર્થો છે. આ ત્રણેય ખેલાડીઓને તેમના સ્પોટ્ર્સ એસોસિએશને સસ્પેન્ડ કરી દીધા છે. રમતવીરના સંબંધીઓનું કહેવું છે કે તેઓ પ્રતિબંધ સામે અપીલ કરશે. મધ્યપ્રદેશ વિભાગના અધિકારીઓએ આ મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application