બજરંગ પુનિયાને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો, કોર્ટે તત્કાલિન રાહત આપવા કર્યો ઈનકાર

  • September 11, 2024 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સિનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ ઓક્ટોબરમાં અલ્બેનિયામાં યોજાવાની છે, પરંતુ તે પહેલા નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA)એ રેસલર બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધો છે. પુનિયાએ પોતાના સસ્પેન્શનને પડકારતા દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. જે બાદ આજે થયેલી સુનાવણીમાં કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે.




હવે કોર્ટે આ મામલે NADA પાસેથી જવાબ માંગ્યો છે. જણાવી દઈએ કે, બજરંગ પુનિયા કેસમાં દાવો કરવામાં આવ્યો છે કે NADAનું આચરણ બંધારણ હેઠળ આજીવિકા મેળવવાના તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમાં એમ પણ કહ્યું હતું કે જો મનસ્વી રીતે સસ્પેન્શન હટાવવામાં નહીં આવે તો તેને ફરજ નિવૃત્તિ લેવાની ફરજ પડશે.




નાડાએ 21 જૂને સસ્પેન્ડ કરી દીધું હતું




21મી જૂને NADAએ બજરંગ પુનિયાને બીજી વખત સસ્પેન્ડ કર્યા હતા. આનાથી તે તાલીમ અને સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે અયોગ્ય બન્યો. NADAએ સૌપ્રથમ 23 એપ્રિલે પુનિયાને 10 માર્ચે સોનીપતમાં આયોજિત સિલેક્શન ટ્રાયલ્સ દરમિયાન ડોપ ટેસ્ટ માટે તેના યુરિન સેમ્પલ આપવાનો ઇનકાર કરવા બદલ સસ્પેન્ડ કર્યો હતો.




બજરંગે આદેશને સસ્પેન્ડ અથવા રદ કરવાની કરી હતી માગણી



એડવોકેટ વિદુષ્પત સિંઘાનિયા દ્વારા દાખલ કરવામાં આવેલી તેમની અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે NADA એ પરીક્ષણ માર્ગદર્શિકા અને પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું છે. બજરંગે 21 જૂનના સસ્પેન્શન ઓર્ડરને સસ્પેન્ડ કરવા અથવા રદ કરવા સૂચનાઓ માંગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application