પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે પટેલ સમાજમાં આયોજન
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૬૨૧ બોટલ રક્ત એકત્ર કરીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં જમા કરાવાયું
જામનગરના- ૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા તારીખ ૨૬.૭.૨૦૨૪ ને કારગિલ વિજય દિવસે પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૨૧ રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે રક્ત એકત્ર કરીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીના ઉપયોગ માટે જમા કરાવી દેવાયું છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, કાલાવડ ના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જામનગરના ૭૮- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, જૂથના નેતા આશિષભાઈ જોશી, જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી ડોક્ટર વિનોદભાઈ ભંડેરી અને દિલીપભાઈ ભોજાણી તથા શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લાખાભાઈ કેશવાલા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ શહેર અધ્યક્ષશ્રીઓ ઉપરાંત શહેરના પૂર્વ મેયરશ્રીઓ, જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, તેમજ શહેરના અન્ય ઉદ્યોગકારો, વેપારીઓ, જામનગર શહેરની જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો, શહેરની વિવિધ જ્ઞાતિના આગેવાનો, શહેર ભાજપના વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ - મહામંત્રી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા બ્લડ ડોનેશનમાં ઉપસ્થિત સર્વે રક્તદાતાશ્રીઓ તેમજ ઉપસ્થિત તમામનો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આભાર માનવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMIND vs PAK: વ્યુઅરશિપનો તૂટ્યો રેકોર્ડ, ભારત-પાકિસ્તાન મેચ માટે JioHotstar પર જોડાયા આટલા કરોડ ચાહકો
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech