જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ગઈકાલે રાત્રે વાહન અકસ્માતમાં એક વૃદ્ધ બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. મોટરકાર ચાલકે બાઈક ને ઠોકરે . ચઢાવતાં આ અકસ્માત સર્જાયો હતો.
કાલાવડ તાલુકાના સનાળા ગામમાં રહેતા હંસરાજભાઈ પાંચાભાઇ ગમઢા નામના ૭૬ વર્ષના વૃદ્ધ ગઈ રાત્રે આઠેક વાગ્યે ઘરે થી બાઈક લઈને પોતાની વાડીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે સનાળા થી પ્રભુજી પીપળીયા ગામ તરફ નાં માર્ગે જી જે ૩ સી એ ૧૦૯૦ નંબર ની વેગનઆર કાર ચાલકે બાઈક ને હડફેટે મા લેતા અકસ્માત થયો હતો.જેમાં ગંભીર ઈજા પામનાર હંસરાજભાઈ નું મૃત્યુ થયું હતું આ બનાવવા અંગે મૃતકના પુત્ર પ્રાગજીભાઈ એ આરોપી એવા કારચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ને તપાસ શરૂ કરી છે.
***
જામનગર -રાજકોટ માર્ગે સણોસરા પાસે મોટરકાર હડફેટે બાઈક ચાલક ને ઈજા
જામનગર - રાજકોટ ધોરીમાર્ગે સણોસરા ગામના પાટિયા પાસે એક મોટરકાર ચાલકે બાઈક ચાલક ને હડફેટ મા લેતા અકસ્માત થયો હતો. જેમાં ઇજા પામેલ બાઈક ચાલક વૃદ્ધ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા રાજેન્દ્રસિંહ મુલુભા જાડેજા (૬૦) ગત તારીખ ૧૯/૧/૨૪ ને પોતાનું બાઇક લઈને સણોસરા ગામે લૌકિક ક્રિયા માટે જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ વેગે આવી રહેલા એક કાર ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત થયો હતો .જેમાં રાજેન્દ્રસિંહ જાડેજા ને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાય હતા. આ બનાવો અંગે ગઈકાલે તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
***
ખંભાળિયામાં બાઇકની અડફેટે આધેડ ઈજાગ્રસ્ત
ખંભાળિયામાં પોરબંદર હાઈવે માર્ગ પર આવેલી એક શાળાની બાજુમાં રહેતા રવજીભાઈ કાનાભાઈ કણજારીયા નામના ૫૨ વર્ષના આધેડ પોતાના ઘર નજીકથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૧૦ સી.એચ. ૩૩૯૬ નંબરના એક મોટરસાયકલના ચાલકે રવજીભાઈને અડફેટે લેતા તેમને ફેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ખંભાળિયા પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે શોધ સમિતિની રચના
March 12, 2025 09:51 PMદક્ષિણ ગુજરાતમાં વીજ વિક્ષેપ: 90% પુરવઠો પુનઃસ્થાપિત, રાત સુધીમાં સ્થિતિ સામાન્ય થશે
March 12, 2025 08:02 PMRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech