પ્રાઇઝ ન મળતા ઝઘડાળુ ખેલૈય

  • October 02, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડીયા રાસના પાર્ટી પ્લોટ ગરબામાં ભાગ્યે જ કોઇ કાર્યક્રમ એવો હશે કે જેમાં છેલ્લે આયોજકો અને નિર્ણાયકો પાસે અમૂક ખેલૈયાઓ અને અમૂક તો ખેલૈયાઓના મા બાપ પણ પહોચતા ન હોય. આ લોકો એવાં હોય છે કે જેનો દરેક કાર્યક્રમમાં આ જ રોલ હોય છે. કેમ કે એને કયાંય ઇનામ મળતુ નથી હોતું ને દરેક કાર્યક્રમમાં તેઓ છેલ્લે આ જ કરતાં હોય. એક રીતે તો આ લોકો જજીસને માપમાં રાખવાનુ કામ કરતાં હોય છે. નિર્ણાયકોને પણ આવાં લોકોને લઇને યાદ રહેતું હોય છે કે આપણે પણ મન ફાવે તેમ નિર્ણય નથી લેવાના. નહીતર આવાં લોકો એના પર નજર રાખીને બેઠા જ હશે ! અને આમ નિર્ણાયકો પણ કાબુમાં રહે છે.
આવાં અમૂક ખેલૈયાઓ અને અમૂક તો વાલીઓ પણ દરેક જગ્યાએ પ્રાઇઝ ન મળતા એને આના માટે ઝઘડો કરવાનો પણ એટલો બધો અનુભવ થઇ ગયો હોય છે કે જો કોઇ જૂના, પીઢ અને જેને અનેક જગ્યાએ આવાં લોકોનો અનુભવ થઇ ગયો હોય એ જ આ લોકોને જવાબ આપી શકે છે. બાકી જો કોઇ નવાંસવાં જજ આ લોકોના હાથે ચડી ગયાં તો આ લોકો પછી જજને જ ગરબા રમવા પડે એમ ચક્કરડી ભમરડી રમાડે છે. એટલાં હોશીયાર થઇ ગયાં હોય છે કે કયા પ્રશ્નો પૂછવાથી જજ આટીમાં આવશે એની પણ એને ખબર હોય છે. એટલે શં પણ ત્યાંથી જ કરતાં હોય છે. સીધાં એમ નથી પૂછતાં કે મારાં દિકરા કે દિકરીનો નંબર કેમ ન આવ્યો ? પણ એમ પૂછે કે મારા દિકરા કે દિકરીની રમતમાં શું ભૂલ હતી ? એટલે અમને બીજી વાર કયાંય જાય તો એ ભૂલ સુધારવાની ખબર પડે હવે જો કોઇ પીઢ, જૂનો જજ હોય તો તો એને ખબર પડી જ જાય કે આનો જવાબ શું આપવો ! એ તરત કહી દે કે તમારાં દિકરાની રમતમાં કાંઇ પ્રોબ્લેમ નથી. બહત્પં સરસ રમે છે. પણ જેને પ્રાઇઝ મળ્યા એ લોકો આના કરતાં વધારે સરસ રમતા હતાં બસ, ધેટસ ઇટ ! આટલાં જવાબમાં તો લડવા આવેલાઓને ખબર પડી જાય છે કે અહીયાં આપણી દાળ હવે ગળવાની નથી. કેમ કે એ લોકોને પણ આ જવાબ એમને સમજાવી દેવાં માટે આપવામાં આવ્યો છે એવી ખબર જ હોય છે. અને પોતાને પ્રાઇઝ નહી જ મળે એવી પણ એને ખબર હોય છે છતાં આ ચર્ચા આગળ ચલાવવા માટે તેઓ ધમપછાડા ચાલું રાખે છે. જેમ કે મારી દિકરી તો હજી ગઇ કાલે જ વેલડ્રેસ બની હતી પીઢ જજ આના માટે પણ સ હોય અરે વાહ, ખૂબ સરસ ! કોંગ્રેચ્યુલેશન્સ બેટા ! આમ કહીને ફરી પું કરવાની ટ્રાય કરે.
એટલે વળી સામેથી એક મિસાઇલ આવે ગયાં શનિવારે તો અમારે આ ભાઇ બહેન બન્ને સાથે પ્રિંસ – પ્રિંસેસ બન્યા ! અને સામે જજ તરફથી પણ એક સાવ જુઠ્ઠત્પ અને પરાણે હસતા હસતા જવાબ આવે ઓહોહોહોહો.... વાહ રે વાહ, શું વાત છે ! બસ, આમ ને આમ છ – સાત વખત બન્ને તરફથી મિસાઇલ્સ છૂટા કરે પણ પેલાં નિર્ણાયક જાણકાર હોય છે એટલે સદનશિબે કોઇ જાનહાની, આઇ મિન ઝઘડો આગળ વધતો નથી !
હવે જો આ જગ્યાએ કોઇ નવાંસવાં જજ હોય ને એને જો આવાં ઝઘડાળુ ખેલૈયા કે એના વાલીનો સામનો આવે તો પેલાં નવાંસવાં જજના બિનઅનુભવનો કેવો પર્દાફાશ થાય ! પહેલો જ સવાલ યારે આવે કે મારાં દિકરા કે દિકરીની રમતમાં શું ભૂલ હતી ? જેથી અમે બીજી જગ્યાએ રમવા જાઇએ તો અમે ભૂલ સુધારી લઇએ અને બસ, અહીયાંથી આવાં જજના કણ રકાસની શઆત થતી હોય છે. સૌથી પહેલાં તો આવાં નવાંસવાં જજ સલાહસૂચનના કારખાના હોય છે એટલે એનામાંથી એ જાણે પોતે રાસ – ગરબામાં 'રાસ માતડ' અથવા તો વૈશ્વિક કક્ષાના રાસ – ગરબાના નોબેલ પ્રાઇઝ જીતી આવ્યા હોય એમ સલાહ આપવાનુ શં કરી દેતાં હોય છે એમાં એવું છે ને કે આને હજી રમતમાં ઘણુંબધું સુધારવાની અને શીખવાની જર છે....... બસ, આટલું સાંભળે ત્યાં તો પેલાં જમાનાના ખાધેલ અને રમવાનુ શં કર્યુ હોય ત્યારથી અત્યાર સુધો કયાંયથી ઇનામો ન મળેલ હોય એવાં ભુખ્યા ડાંસ જેવાં ભુતાવળ વળગે એમ વળગે છે અરે બેન, શું વાત કરો છો ! મારી દિકરી તો ઉપવાસ પાર્ટી પ્લોટમાં પ્રિંસેસ બને છે ને તમે કહો છો કે એને શીખવાની જર છે હવે કયાંય ઇનામ ન મળ્યુ હોય. એની દિકરી બે વર્ષની હોય એટલે આટલી દિકરીને ગરબા રમતાં જોઇને ત્યાંના વયોવૃધ્ધ જજને મમતા ફુટવાથી એ દિકરીને સ્પેશ્યલ પ્રાઇઝ આપ્યું હોય. એ પ્રાઇઝની આયોજકો પાસે પહેલેથી જોગવાઇ પણ ન હોય. પણ 'એટ એ ટાઇમ' આવો બોલ આવે તો રમવો તો પડે એટલે સંસ્થાના પ્રમુખને કહ્યું હોય કે તમે હવે તમારાં તરફથી ૧૦૧– . નુ કવર કરી નાખો. એટલે ઇનામમાં પણ એ ૧૦૧– . મળ્યા હોય ! અને ત્યાંથી વાત આગળ વધતા ત્યાં સુધી પહોચે કે મારી દિકરી તો યાં જાય છે ત્યાં કયાંયથી ખાલી હાથે પાછી ફરી નથી હવે આને કોણ સમજાવે કે આને પ્રાઇઝ મળ્યુ ન કહેવાય. અને જેને એટલી ય ખબર પડતી નથી એને પેલાં જજ રમત સુધારવાની ને શીખવાની સલાહ આપવાં જતાં હોય છે !
પછી આમ જ બહેસ ચાલે એટલે આયોજકોમાંથી જે સમજુ હોય એ સમજી જાય કે હવે ખેલૈયા સાઇડથી યોર્કર અને ફાસ્ટ બોલ આવવાં મંડા છે એટલે એ વચ્ચે પડીને આવાં જજને બચાવી લે છે. ચાલો ચાલો, હવે અમારે એમને જમવા લઇ જવાના છે. પછી મોડું થશે તો રેસ્ટોરન્ટ બધં થઇ જશે ! આવું કહીને આ પ્રાઇઝ–ઝોમ્બીના ટોળામાંથી આવાં 'બેબી જજ' ને બહાર કાઢે છે ને આમ વિશ્વમાં ત્રીજુ વિશ્વ યુધ્ધ થતું અટકે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application