રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં ખાટલાઓ ખૂટી પડતા દર્દીઓને જમીન પર બેડ નાખી સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દી ડિસ્ચાર્જ થાય તો બીજાને ખાટલો મળે આવી દર્દીઓને વધુ દર્દ આપતી અતિ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. આ માટેનું કારણ બંને વિભાગમાં ભાવિ તબીબો માટેની ચાલતી પ્રેકિટકલ એકઝામ હોવાનું જણાવવામાં આવ્યું હતું.
તકલાદી મેનેજમેન્ટનું ઉદાહરણ જો ગાંધીનગર બેઠેલા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનરને જોવું હોઈ તો રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ તેમાની એક છે. સિવિલમાં ગત સોમવારથી ગાયનેક, સર્જરી, પીડીયા, મેડિસિન સહિતના જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા તબીબી વિધાર્થીઓ માટેની એકઝામ શુક્રવાર સુધી ચાલનારી છે. આ માટે જે–તે વિભાગના વોર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ એકઝામના કારણે દર્દીઓ માટે જગ્યા ઘટે તો એની વ્યવસ્થા શું ? એ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને જે તે વિભાગના એચઓડીએ કદાચ વિચાયુ જ નહીં હોઈ જેના કારણે ઓપીડી બિલ્ડિંગના પાંચમા લોર પર સજીર્કલ વિભાગમાં દર્દીઓની સંખ્યા વધી જતા બેડ ફલ થઇ ગયા હતા. અસહ્ય પીડા સાથે વોર્ડમાં આવતા દર્દીઓને ખાટલા ખાલી ન હોવાનું કહેવાયું હતું અને જેમ જેમ દર્દી ડિસ્ચાર્જ થશે એમ બેડ મળશે આથી દર્દીઓને બેડ અને સારવાર માટે રાહ જોવી પડી હતી. આ જોતા હોસ્પિટલના તબીબો અને જવાબદારોએ દર્દીઓને કોવીડની સ્થિતિ યાદ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ ઉભું કયુ હતું. હજુ કાલનો દિવસ એકઝામ ચાલવાની છે. પાંચ દિવસની એકઝામ દરમિયાન જો દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોત તો હોસ્પિટલ તંત્રને પાણી આવ્યે પુલ બાંધવા જેવી સ્થિતિ ઉભી થાત એ પાક્કું હતું.
પરીક્ષા સમયે દર્દીઓને તકલીફ ન પડે માટેનું કોઈ આયોજન જ નહીં ?
મેડીકલ કોલેજના જુદા જુદા ડિપાર્ટમેન્ટની તબીબી વિધાર્થીઓની પ્રેકિટકલ પરીક્ષાનું શેડુઅલ ચોક્કસ પણે અગાઉથી જ નક્કી થતું હોઈ છે. એટલું જ નહીં પ્રેકિટકલ એકઝામ કયાં વિભાગની કયાં વોર્ડમાં લેવીએ માટેનું પણ આયોજનમાં નક્કી હોય છે. સજીર્કલ વિભાગમાં છઠ્ઠા માળે જે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા એ વોર્ડમાં એકઝામ લેવામાં આવી રહી છે. પાંચ દિવસથી ચાલતી એકઝામ વચ્ચે સજીર્કલ વોર્ડમાં ઇમરજન્સી પણ આવતી હોઈ છે આવામાં દર્દીઓની સંખ્યા ચોક્કસ વધી શકે એવું ફરજ પરના સિકયોરિટી ગાર્ડને પણ ખબર હોઈ પરંતુ સિવિલના જવાબદારો અને એચઓડીએ આ વિચાયુ નહીં હોઈ કે પછી સંકલનના અભાવે હાઉસફુલ બેડ થઇ જવાથી દર્દીઓને સારવાર માટે ખાટલાની રાહ જોવાની સ્થિતિ ઉદભવી હશે.
પાંચ કલાકે વૃધ્ધાને ખાટલો મળ્યો
સજીર્કલ વિભાગ વોર્ડ–૫માં ગઈકાલે સવારે વૃધ્ધાને દાખલ કરવા માટે પરિવારજનો લાવ્યા હતા પરંતુ બેડ ન હોવાના વાંકે અશકત વૃધ્ધાને નીચે પથારી કરી આપવામાં આવી હતી અને ચેક સાંજે પાંચ વાગ્યે દર્દી ડિસ્ચાર્જ થયા બાદ બેડ આપવામાં આવ્યો હતો. જયારે શાંતાબેન નામના વૃધ્ધાને ઇમરજન્સી વિભાગમાંથી સર્જરી વિભાગ–૫માં દાખલ થવા માટે મોકલ્યા હતા ત્યાં વોર્ડમાં જતા તેમને પણ બેડ ન હોવાનું અને કોઈ દર્દી ડિસ્ચાર્જ થાય પછી બેડ મળે તેમ કહેવાયું હતું આથી વૃધ્ધા દર્દીને વિલચેરમાં બેસી ખાટલો ખાલી થાય તેની રાહ જોવી પડી હતી.
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ તો સ્થિતિથી જ અજાણ
સમગ્ર બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને આજકાલ દ્રારા પૂછવામાં આવતા પરિસ્થિતિથી અજાણ હોવાનું અને તપાસ કરવાનું કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં કયાં વિભાગમાં કેટલા અને કયાં પ્રકારના બેડ ખાલી છે એ વ્યવસ્થા માત્ર ડિઝાસ્ટર સમયે જ જોવામાં આવે છે. હોસ્પિટલમાં અવારનવાર ઇમરજન્સી જેવા વિભાગમાં પણ વેન્ટી સાથેના બેડ ન હોવાથી દર્દીને એમ્બ્યુલન્સમાં જ કલાકો સુધી રહેવું પડું હોઈ સહિતના અનેક બનાવ બન્યા છે. એમ છતાં ડીઝીટલ યુગમાં આંગળીને ટેરવે રખાતી માહિતી કયારેય સિવિલ તંત્રના જવાબદાર પાસે હોતી નથી જેના કારણે વારંવાર ખાટલા ની ખોટ ઉભી થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech