રાજકોટમાં મોરબી રોડ પર રહેતાં બેંક કર્મીએ ટેલિગ્રામમાં ટાસ્ક પુરા કરવાંની લાલચમાં પૈસા કમાવવા જતા રૂ.50.89 લાખ ગુમાવ્યા હતાં.જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુબજ, રાજકોટમાં મોરબી રોડ પર રાજલક્ષ્મી એવેન્યુ, શેરી ન.02 હાઉસ નં.05, રેલ્વે ફાટકની બાજુમાં રહેતાં જયમીન ચમનભાઈ પરસાણા (ઉ.વ.30) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા મોબાઇલ નંબરના ધારક અને અલગ અલગ બેંક ખાતા ધારકોના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કાલાવાડ રોડ પર આવેલ કોટક સેક્યુરીટીમાં નોકરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેમના વોટ્સએપમાં કોઈ અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો અને તે સામેવાળા વ્યક્તી દ્વારા કહેવામાં આવેલ કે, હું ગુગલમાંથી વાત કરૂ છું અને તમે સાઈડ ઈન્કમ કરવા માગતા હોય તો તમને એક ટેલીગ્રામની લીન્ક મોકલુ છું, જેમા ટાસ્ક પ્રમાણે તમને પૈસા મળશે.
જેથી ફરિયાદીએ ટેલીગ્રામ લીંક ઓપ્ન કરી જેમા એક રીવ્યુ આપવા બાબતનો ટાસ્ક આપેલ જે પુરો કરતા સૌપ્રથમ તેમને રૂ.201 મળેલ બાદમા બીજા હોટેલના ફાઈવ સ્ટાર રીવ્યુ દેવા બાબતે એક રીવ્યુ દીઠ રૂ.50 મળશે તેમ જણાવેલ જેથી તેમના પર વિશ્વાસ બેસતા તેમના દ્વારા આપવામા આવેલ પ્રત્યેક ટાસ્ક પુરા કરતા બે વાર રૂ.150 મળેલ હતાં. બાદ મોટા ટાસ્ક માટે રૂ.1000 ટ્રાંસફર કરવાનું જણાવેલ જેથી તેમના દ્વારા આપેલ યુપીઆઈ આઈડીમાં તેમના કેહવા પ્રમાણે ટ્રાન્સફર કરી આપેલ જેથી તેમના દ્વારા એક લીંક મોકલવામાં આવેલ હતી.
જે લિંક ક્રીપ્ટો કરંસીમાં રોકાણ બાબતની હતી જેમાં તેમના કેહવા પ્રમાણેનું રૂ.1000 નું રોકાણ કરવાથી તેમને રૂ.1520 મળેલ બાદ અન્ય ટાસ્ક માટે બીજી ટેલીગ્રામ લીંક મોકલેલ જેથી તેમની સાથે ટેલીગ્રામના માધ્યમથી વાતચીત કરતા હતાં. તેમજ તેમને અન્ય ટાસ્ક આપેલ જેમાં એક લીંક આપેલ જે ઓપ્ન કરતા તેમાં એક સાઈટ ઓપ્ન થયેલ જે ક્રીપ્ટો કરંસી બાબતની હતી. જેમાં તેમના નામનું લોગ-ઈન કરાવડાવી તેમાં બીટકોઈનમાં રોકાણ કરવાનું કહેલ જે રોકાણ પેટે રૂ.3600 તેમના જણાવ્યા મુજબના યુપીઆઈ આઈડીમાં જમા કરાવેલ હતાં. જેમાં તેઓને રૂ.5850 પરત મળેલ બાદ સામેવાળા દ્વારા અલગ ટાસ્ક આપવામા આવેલ જેમાં રૂ.5 હજાર ટ્રાન્સફર કરેલ જેમા પણ નજીવું રીટર્ન મળેલ જેથી સામેવાળા વ્યક્તી પર વિશ્વાસ આવી જતા તેમના કહેવા પ્રમાણેના બેંક ખાતા નંબર અને યુપીઆઈ આઈડીમાં કટકે-કટકે કરી કુલ રૂ.50.89 લાખ ટ્રાન્સફર કરેલ હતાં.
જે બાદ તે રૂપિયાનું ફરિયાદીને કોઈ પણ પ્રકારનું રીટર્ન મળેલ નહીં તથા તેમાં નાંખેલા પૈસા પણ પરત આપેલ નહીં અને કહેલ કે, તમે હજી વધારે પૈસા ટ્રાન્સફર કરો તો તમને તમારી આ ગયેલ રકમ પરત મળી જશે.જેથી પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ફરિયાદ નોંધાવી હતી.આ અંગે હેડ કોન્સ દિપક પંડિતે ગુનો નોંધ્યો હતો. પીઆઈ આર.જી.પઢીયારની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆધાર ઓથોરિટીએ એક સાથે મહાપાલિકાના 18 ઓપરેટરને સસ્પેન્ડ કરતા અરજદારોની હાલત માઠી
November 07, 2024 03:45 PMરાજકોટમાં ઝડપાયેલા લાઠીના શખસને ડ્રગ્સ સપ્લાય કરનાર અમદાવાદનો શખસ પકડાયો
November 07, 2024 03:44 PMસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech