તિરૂપતિ મંદિરના લાડુ પ્રસાદમમાં કથિત ભેળસેળના કારણે ઉત્તર પ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે. અયોધ્યા, પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. અયોધ્યા મંદિરના મુખ્ય પૂજારીએ બહારની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબધં લગાવવાની માંગ કરી હતી. મથુરા મંદિરે મીઠાઈને બદલે ફળ અને ફલો અપનાવવાનું નક્કી કયુ. પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો પણ બદલાયા છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે બહારની એજન્સીઓ દ્રારા તૈયાર કરવામાં આવતા પ્રસાદ પર સંપૂર્ણ પ્રતિબધં લગાવવાની માંગ કરી હતી. તેમણે મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીની શુદ્ધતા અંગે ચિંતા વ્યકત કરી હતી અને વિનંતી કરી હતી કે તમામ પ્રસાદ મંદિરના પૂજારીઓની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે.
મથુરામાં ધર્મ રક્ષા સંઘે પ્રસાદમ વાનગીઓની પ્રાચીન શૈલીમાં પાછા ફરવાનો નિર્ણય જાહેર કર્યેા. મતલબ કે મીઠાઈને બદલે ફળો, ફલો અને અન્ય પ્રાકૃતિક ઘટકોમાંથી બનેલા પ્રસાદનો સમાવેશ કરવામાં આવશે. ધર્મ રક્ષા સંઘના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ સૌરભ ગૌરે પ્રસાદમ પ્રણાલીમાં નોંધપાત્ર સુધારાની જરિયાત પર ભાર મૂકયો હતો અને કહ્યું હતું કે, શુદ્ધ, સાત્વિક પ્રસાદમ અર્પણ અને સ્વીકારવાની પરંપરાગત પ્રથાઓ પર પાછા ફરવા માટે ધાર્મિક નેતાઓ અને સંગઠનો વચ્ચે સહમતિ બની છે.
જયારે સંગમ સિટી પ્રયાગરાજમાં આલોપ શંકરી દેવી, બડે હનુમાન અને મનકામેશ્વર સહિત ઘણા મંદિરોએ ભકતોને પ્રસાદ તરીકે બહારથી તૈયાર કરેલી મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ લાવવા પર પ્રતિબધં મૂકયો છે. લલિતા દેવી મંદિરના મુખ્ય પૂજારી શિવ મુરત મિશ્રાએ કહ્યું કે મેનેજમેન્ટે ભકતોને માત્ર નારિયેળ, ફળો અને ડ્રાયફ્રટસ લાવવાની વિનંતી કરવાનો નિર્ણય લીધો છે.મનકામેશ્વર મંદિરના મહતં શ્રીધરાનદં બ્રહ્મચારીજી મહારાજે કહ્યું કે યાં સુધી તપાસમાં મીઠાઈની શુદ્ધતા સ્પષ્ટ્ર નહીં થાય ત્યાં સુધી તેને મંદિરમાં ચઢાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આલોપ શંકરી દેવી મંદિરના મુખ્ય સંરક્ષક અને શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના સેક્રેટરી યમુના પુરી મહારાજે કહ્યું કે, ભકતોને બહારથી મીઠાઈ અને પ્રસાદ લાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
લખનૌના પ્રસિદ્ધ મનકામેશ્વર મંદિરે પણ ભકતો દ્રારા બહારથી ખરીદેલા પ્રસાદ પર પ્રતિબધં લગાવી દીધો હતો. મંદિરનું કહેવું છે કે ભકતો હવે ઘરે બનાવેલો પ્રસાદ અથવા ફળ આપી શકે છે. મંદિર મેનેજમેન્ટે કહ્યું કે અમે બહાર આપવામાં આવતા પ્રસાદની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ પગલાં લઈ રહ્યા છીએ
મંદિરોને અપવિત્ર કરવાનું આંતરરાષ્ટ્ર્રીય ષડયંત્ર
સત્યેન્દ્ર દાસે સમગ્ર દેશમાં વેચાતા તેલ અને ઘીની ગુણવત્તાની સંપૂર્ણ તપાસ કરવાની જરિયાત પર ભાર મૂકયો છે. તેમણે કહ્યું કે, તિપતિ બાલાજીના પ્રસાદમાં ચરબી અને માછલીના તેલના કથિત ઉપયોગને લઈને દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે પ્રસાદમાં અયોગ્ય પદાર્થેા ભેળવીને મંદિરોને અપવિત્ર કરવાનું આંતરરાષ્ટ્ર્રીય ષડયત્રં છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech