ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચેના વિવાદે નવો વળાંક લીધો છે. હવે બંને દેશો એકબીજાને મિસાઈલથી નહીં પરંતુ કચરાથી ભરેલા ફુગ્ગાથી જવાબ આપી રહ્યા છે. શનિવારની રાત અને રવિવારની સવારની વચ્ચે ઉત્તર કોરિયાએ કચરો ભરેલા ડઝનબંધ ફુગ્ગાઓ સિઓલ અને તેની આસપાસના વિસ્તારોમાં મોકલ્યા હતા.
આ મહિનાની શરૂઆતમાં ઉત્તર કોરિયાએ વારંવાર કચરો ભરેલા ફુગ્ગા દક્ષિણ કોરિયાને મોકલ્યા હતા. આ ફુગ્ગાઓ અન્ય કચરો જેમ કે સિગારેટના બટ્સ, કપડાના ટુકડા, પ્લાસ્ટિક વગેરેથી ભરેલા હોય છે. આ ફુગ્ગાઓમાં કચરો હોવા છતાં દક્ષિણ કોરિયાની સરકારે લોકોને આ ફુગ્ગાઓથી દૂર રહેવાની ચેતવણી આપી છે. કારણકે મેના અંતમાં દક્ષિણ કોરિયાના કેટલાક કાર્યકર્તાઓએ કોરિયા સામે ફુગ્ગા મોકલવાનું શરૂ કર્યું હતું. આ ફુગ્ગામાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન વિરુદ્ધ પેમ્ફલેટની સાથે છાણથી ભરેલુ હતું.
દક્ષિણ કોરિયાને આપ્યો જડબાતોડ જવાબ
દક્ષિણ કોરિયાની આ કાર્યવાહીથી નારાજ ઉત્તર કોરિયાએ દક્ષિણ કોરિયાને જડબાતોડ જવાબ આપ્યો અને જૂનની શરૂઆતમાં દક્ષિણ કોરિયાને કચરો ભરેલા વધુ ફુગ્ગા મોકલ્યા. ત્યારબાદ તેણે દક્ષિણ કોરિયાને એવું ન કરવાનું કહ્યું હતું. તેના દ્વારા લગભગ 15 ટન કચરો દક્ષિણ કોરિયાને મોકલવામાં આવ્યો હતો. ઉત્તર કોરિયાની આ કાર્યવાહી કેટલી ખરાબ છે તે બતાવવા માટે જ પત્રિકાઓ મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર કોરિયાએ પણ આવા ફુગ્ગા ન મોકલવાનું કહ્યું હતું.જો કે મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે દક્ષિણ કોરિયામાંથી જો ફરીથી પત્રિકાઓ મોકલવામાં આવશે તો તે ફરીથી ફુગ્ગાઓ મોકલવાનું શરૂ કરશે.
ચેતવણી બાદ પણ પત્રિકાઓ મોકલી
ઉત્તર કોરિયા દ્વારા આપવામાં આવેલી આ ચેતવણી છતાં દક્ષિણ કોરિયાના કાર્યકર્તાઓએ ઉત્તર કોરિયા તરફ વધુ ફુગ્ગા મોકલ્યા જે પ્યોંગયાંગ વિરોધી પ્રચાર, કે-પૉપ ગીતો અને યુએસ ડૉલરની નોટો સાથે યુએસબી સ્ટિક્સથી ભરેલા હતા. ત્યારબાદ ઉત્તર કોરિયાએ ફરીથી કચરો મોકલ્યો છે. દક્ષિણ કોરિયાની સેનાએ ફુગ્ગાને લઈને કહ્યું છે કે તે હવે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને તેની સામે કડક કાર્યવાહી પણ કરશે. જોકે સેનાએ તેની કોઈ યોજના વિશે જણાવ્યું નથી. દક્ષિણ કોરિયાએ ઉત્તર કોરિયાને ધમકી આપી છે અને કહ્યું છે કે તે ઉત્તર કોરિયાની કાર્યવાહી સામે પગલાં લેશે. જેમાં લાઉડસ્પીકર દ્વારા ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રચાર પણ સામેલ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech