ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને ગોંડલમાં જમીન સર્વેની ઓફિસ ધરાવતા યુવાનની કારમાંથી .૨.૨૪ લાખ રોકડ અને લેપટોપ સાથેના બેગની કોઇ ચોરી કરી ગયા અંગે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.યુવાન કારમાં બેગ રાખી લોજ જમવા જતા આ સમયે કારના કાચ ખુલ્લા રહી ગયા હોય બેગની ચોરી થઇ ગઇ હતી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી પાટણવવામાં રહેતા શખસને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુબજ, ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા ભરત હરસુખભાઇ સખીયા (ઉઉવ ૩૦) દ્રારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને ગોંડલમાં કોર્ટની બાજુમાં સેફરોન કોમ્પલેકસમાં ચોથ માળે ૪૦૨ નંબરની શીવ સર્વે નામની ભાગીદારીમાં ઓફિસ છે.તેઓ જમીન માપણીનું કામ કરે છે.
ગત તા. ૧૮૯ તેઓ પોતાની ઓફિસે હતા ત્યારે તેમને બપોરના સમયે જમીન માપણીના પેમેન્ટની રકમ આવી હોય જે તેમણે બેગમાં રાખી હતી.બાદમાં તેઓ આ બેગ કારમાં રાખી જમવા માટે ગયા હતાં.બપોરના ૧:૪૫ ના તે ગોંડલમાં આવેલી બાપાસીતારમા લોજમાં જમવા માટે ગયા હતાં.ત્યારે કાર અહીં લોજ પાસે પાર્ક કરી હતી.અને તેમા જ બેગ રાખી હતી.બાદમાં ૨:૧૦ વાગ્યે તે જમીને કાર પાસે જતા કારના કાચ ખુલ્લા રહી ગયાનું ધ્યાન ગયું હતું.બાદમાં તેઓ અલ્ટો કાર લઇ જેતપુર તફર જવા રવાના થતા ઓચિંતા બેગ તરફ ધ્યાન જતા બેગ જોવા મળ્યું ન હતું જેથી પરત જયા લોજમાં જમવા ગયા હતા ત્યાં જઇ તપાસ કરી હતી.પણ બેગનો કોઇ પતો લાગ્યો ન હતો.જેથી .૨.૨૪ લાખની રોકડ અને .૧૦ હજારની કિંમતના લેપટોપ કુલ .૨.૩૪ લાખની મત્તા સાથેના બેગની ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધવી હતી. ચોરીના આ બનાવને લઇ ગોંડલ સિટી પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફટેજના તેમજ હ્યુહન સોર્સના આધારે આ ચોરી પ્રકરણમાં ધોરાજીના પાટણવાવમાં રહેતા અનીલ ડાભાઇ સોલંકીને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને લેપટોપ કબજે કરવા તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech