ગોંડલમાં સરકારી દવાખાના પાસે પાણીના ખાડામાંથી તાજી જન્મેલી ભૃણ બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. સ્થાનિક લોકો તેની દફનવિધિની તૈયારી કરતા હતા દરમિયાન અહિં સ્થાનિક આગેવાને આ ભૃણને હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું બાદમાં પોલીસને પણ જાણ કરાઈ હતી. આ બાબતે પોલીસે સ્થાનિક આગેવાની ફરિયાદ પરથી અહીં બાળકીને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં સરકારી દવાખાના સામે નદીના ખાડામાં રહેતા સ્થાનિક આગેવાન અજયભાઈ જયંતીભાઈ સોલંકી(ઉ.વ ૪૨) દ્રારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના છ વાગ્યા આસપાસ તેઓ ઘરેથી થોડે દૂર સુરાપુરાના મંદિર પાસે આવેલા ચેકડેમના પાણીના ખાડા પાસે ઘણા માણસો ભેગા થયા હોય તેથી અહીં જતા તેમના લત્તાવાસીઓ અહીં એકત્ર થયા હોય અને તાજુ જન્મેલ ભૃણ બાળકીની દફનવિધિ કરવાની તૈયારી કરતા હોય જેથી આ બાબતે પૂછતા મહિલાઓએ કહ્યું હતું કે, અહીં આવેલા પાણીના ખાડામાં આ તાજુ જન્મેલી ભૃણ બાળકી મૃત હાલતમાં કોઈ મૂકીને જતું રહ્યું છે. જેથી તેને ખાડામાંથી બહાર કાઢી અને દફનવિધિ કરીએ છીએ. જેથી આગેવાને લત્તાવાસીઓને સમજાવ્યું હતું કે દફનવિધિ ન કરાય બાદમાં તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જયાં ફરજ પરના તબીબી જોઈ તપાસી આ ભ્રુણ બાળકીને મૃત જાહેર કરી હતી અને બાદમાં પોલીસને જાણ કરતા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ અહીં આવી પહોંચ્યો હતો. બાળકીનું પીએમ કરાવવાની કાર્યવાહી કરી તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. આ મામલે સ્થાનિક આગેવાનની ફરિયાદ પરથી પોલીસે અજાણી મહિલા સામે કોઈ કારણસર પોતાનું પાપ છુપાવવા માટે તાજુ જન્મેલ ભ્રુણ બાળકીને તેજી દેવા અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech