અલંગ ખાતે રેડક્રોસ અને પોલીસ તંત્ર દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ

  • August 20, 2024 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૫ મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા રેડક્રોસ હોસ્પિટલ અલંગ, જીએમબી રેડક્રોસ મલ્ટી સ્પે. હોસ્પિટલ અને મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા અલંગ પોલીસ તેમજ અલંગ મરીન પોલીસ સાથે જોડાઈ ને અલંગ ખાતે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ત્રિરંગા યાત્રા નું આયોજન કરવા માં આવ્યું હતું.
 જે યાત્રા માં અલંગ પોલીસ અને મરીન પોલીસના જવાનો,કામદારો,અધિકારીઓ મેડિકલ ટિમ રેડક્રોસ દ્વારા કામદારો ના બાળકો માટે ચાલતા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ના બાળકો પણ રેલી માં જોડાયા હતા રેલી નું પ્રસ્થાન જીએમબી ના સેફટી ઓફિસર જેન્તીભાઈ સોલંકી તેમજ પીએસઆઇ ડાંગર મેડમ તેમજ રેડક્રોસ ના વાઇસ ચેરમેન સુમિતભાઈ ઠક્કર દ્વારા કરાવવા માં આવ્યું હતું રેલી અલંગ ના મુખ્ય માર્ગો પર ફરી હતી અને રાષ્ટ્રભક્તિ ના સુત્રોચાર કર્યા હતા. ખાસ લોકો વ્યસન થી દુર રહે તે માટે પણ સંદેશ રેલી ના માધ્યમ થી આપવા માં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application