ભાણવડ ખાતે સશકત દીકરી અંતર્ગત કિશોરી મેળો યોજાયો

  • October 13, 2023 11:26 AM 

ભાણવડ ખાતે રાજ્ય મહિલા બાળ વિકાસ યોજના અને આઇ.સી.ડી.એસ. શાખાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે શસક્ત દિકરી શસક્ત ગુજરાત અંતર્ગત કિશોરી મેળાનું આયોજન થયું હતું. અત્રે ગાયોની પાવન ભૂમિ એવા પાંજરાપોળ ગૌશાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રારંભમાં દીપ પ્રાગટ્ય થયું હતું, ત્યારબાદ સ્વાગત પ્રવચનમાં તમામને આવકાર અપાયો હતો.


આ પ્રસંગે દ્વારકા જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઇ કણજારીયાએ દિકરીઓને સન્માન મળે અને યોગ્ય વિકાસ થાય એ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબઘ્ધ છે. જ્યારે જાણીતા મહિલા એડવોકેટ જેનમબેનએ દુષ્કર્મ, ભરણપોષણ, મહિલાઓનું શારીરિક તેમજ માનસિક શોષણમાં કાયદાઓની વિસ્તૃત સમજણ આપી હતી.

વધુમાં જામખંભાળીયાના કરાટે નિષ્ણાંત નિલેશભાઇએ દિકરીઓને કટોકટીના સમયે પોતાની જાતનું રક્ષણ અને સ્વબચાવ કરવાનું ડેમોસ્ટ્રેશન બતાવ્યું હતું. કાર્યક્રમમાં શકિતસિંહ જાડેજા, પી.પી. જાદવ, પ્રફુલાબેન દવે, સહદેવસિંહ જેઠવા, જેનમબેન કશીરી, ધર્મેશભાઇ જોશી, રોહિતભાઇ પટેલ સહિત અનેક હાજર હતા. સંચાલન સહદેવસિંહ જેઠવા અને આભાર વિધિ પ્રફુલાબેન દવે દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application