કર્ણાટકમાં એક મહિલાની તેના પતિની હત્યા કરીને તેની લાશને સળગાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તાજેતરમાં ખુલાસો થયો છે કે આરોપી, આ વ્યક્તિની બીજી પત્ની હતી, તેણે 8 કરોડની સંપત્તિ હડપી લેવા માટે પોતાના સાથીઓની મદથી આ ગુનાને અંજામ આપ્યો હતો. મહિલાએ તેના પતિની ગળું દબાવીને હત્યા કર્યા બાદ તેના મદદગારોની સહાયથી લાશને કોડાગુઆ લઈ ગઈ હતી અને ત્યાં સળગાવી નાખી હતી. પોલીસ પણ શરૂઆતમાં આ કેસ ઉકેલવા ભારે મથામણ કરી રહી હતી. સીસીટીવી ફૂટેજની કડીઓ પોલીસને હત્યારા સુધી દોરી ગઈ હતી અને આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો. મૃતકની ઓળખ રમેશ તરીકે થઈ છે. તે તેલંગાણાનો વેપારી હતો.
કોડાગુમાં કોફી એસ્ટેટમાંથી એક અજાણી લાશ મળી આવ્યા બાદ 8 ઓક્ટોબરે આ ભયાનક ગુનાની તપાસ શરૂ થઈ હતી. પોલીસે રમેશની બીજી પત્ની નિહારિકાની ધરપકડ કરી છે, નિહારીકાએ તેના સહયોગીઓ ડોક્ટર નિખિલ, એક પશુચિકિત્સક અને અંકુર રાણાની મદદથી આ ગુનાને અંજામ આપ્યો હતો.મૃતદેહ મળ્યા બાદ, વિભાગે 16 અધિકારીઓની ચાર વિશેષ ટીમોની રચના કરી હતી જેમણે કેસની વધુ તપાસ કરી હતી.
તપાસના ભાગ રૂપે, અધિકારીઓએ સેંકડો કેમેરાના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરી, ગુનાના સમયે આસપાસના વિસ્તારમાંથી પસાર થયેલા વાહનોને ટ્રેક કયર્.િ
છેલ્લે, રમેશના નામે નોંધાયેલ લાલ બેન્ઝ, જે તાજેતરમાં ગુમ થયો હતો તે મળી આવ્યો હતો અને પોલીસે તેના તેલંગાણા સમકક્ષો સાથે મળીને રમેશ વિશે માહિતી એકઠી કરી હતી.વધુ તપાસ પર, શંકા નિહારિકા, તેના સહયોગી ડો. નિખિલ, એક પશુચિકિત્સક અને મિત્ર અંકુર રાણા પર કેન્દ્રિત થઈ. બાદમાં પોલીસ પૂછપરછ દરમિયાન નિહારિકાએ ગુનો કબૂલી લીધો હતો.
29 વર્ષની નિહારિકા તેલંગાણાના મોંગીર નગરની રહેવાસી છે. 16 વર્ષની ઉંમરે, તેણીએ તેણીની માતાને ગુમાવી દીધી હતી, નિહારિકાએ પછીથી યુવાનીમાં લગ્ન કયર્િ અને માતા બની, પરંતુ ચાલુ સમસ્યાઓના કારણે તેના લગ્ન છૂટાછેડામાં પરિણમ્યા .નિહારિકાએ શૈક્ષણિક રીતે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો અને એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી. કમનસીબે, તેણીના જીવનમાં ફરી ઉથલપાથલ આવી, જ્યાં તેણી નાણાકીય કૌભાંડમાં ફસાઈ , પરિણામે તેણીની ધરપકડ થઈ. એ સમય પૂરો કયર્િ પછી, તેણી બેંગ્લોર પરત આવી અને 2018માં રમેશ સાથે લગ્ન કયર્િ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech