રાજકોટમાં રેસકોર્સ રીંગ રોડ પર પાસે કનકાઈ ટી સ્ટોલ પાસે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ મેચ પર મોબાઈલ આઈડી મારફત ક્રિકેટ રમતા જયપુરના કેન્ટીન સંચાલકને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. પૂછતાછમાં આઈડી આપનાર તરીકે દિલ્હીના શખસનુ નામ ખુલ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.જે.હત્પણ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ અગ્રાવત અને કુલદીપસિંહને મળેલી બાતમીના આધારે રેસકોર્સ રીંગરોડ પર કનકાઈ ટી સ્ટોલ પાસે સાંજના મોબાઇલમાં આઈડી મારફત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ ક્રિકેટ મેચ પર સટો રમી રહેલા રાજસ્થાનના જયપુરના વતની મહાવીર સદારામ ઘાયલ (જાટ)(ઉ.વ ૨૯) ને ઝડપી લીધો હતો.
પોલીસે ઝડપાયેલા આ શખસની પૂછતાછ કરતા તે જયપુરમાં કેન્ટીન ચલાવતો હોવાનું અને કામ સબબ રાજકોટમાં આવ્યાનું જણાવ્યું હતું.તેણે દિલ્હીના અનુજ નામના શખસ પાસેથી ક્રિકેટ સટ્ટો રમવા માટે આઈડી લીધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસેથી .૩૫,૦૦૦ નો મોબાઈલ કબજે કરી આઈડી આપનાર દિલ્હીના શખસને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
જુગારના અન્ય દરોડામાં થોરાળા પોલીસ મથકના સ્ટાફે ખોડીયારપરા આ શેરી નંબર ૧૫૭ આજી વસાહત વિસ્તારમાં રહેતા નરેન્દ્રસિંહ સુભા વાળા (ઉ.વ ૨૮) ના મકાનમાં દરોડો પાડી અહીં જુગાર રમતા નરેન્દ્રસિંહ ઉપરાંત સાવજ વાસુરભાઈ કામળિયા, રાજેશ ગોડ સહિત ત્રણ શખસોને ઝડપી લઇ તેમની પાસેથી .૧૨૪૦ ની રોકડ કબજે કરી હતી. યારે ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ પર હનુમાન મઢી પાસે વરલીના આંકડા લેતા વિનોદગીરી રામગીરી ગોસ્વામી (ઉ.વ ૪૯) અને ભુપત પુનાભાઈ રાઠોડ (ઉ.વ ૪૮) ને ઝડપી લીધા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech