હિંદુજા પરિવાર નોકર ના પગાર કરતાં પાલતુ કૂતરા પાછળ કર્યો વધુ ખર્ચ

  • June 18, 2024 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય કામદારોની કથિત હેરફેર અને શોષણના કેસમાં સ્વિસ પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, અબજોપતિ હિન્દુજા પરિવારે તેમના પાલતુ કૂતરા પર એક નોકરના પગાર કરતાં વધુ ખર્ચ કર્યો છે. પ્રોસિક્યુટર્સે લેક જીનીવા વિલામાં ભારતીય કામદારોની કથિત હેરફેર અને શોષણના કેસમાં ટ્રાયલમાં સાડા પાંચ વર્ષની જેલની સજાની માંગ કરી છે.

ફરિયાદી યવેસ બર્ટોસાએ સોમવારે સ્વિસ શહેરની ફોજદારી અદાલતમાં સ્ટાફ અને હિન્દુજાઓની જુબાની તેમજ તેની તપાસ દરમિયાન રજૂ કરેલા પુરાવાઓને ટાંકીને પરિવાર પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના ઘરે કામ કરતી એક મહિલા નોકર કે જેને તેઓ અઠવાડિયાના સાત દિવસ 18 કલાક સુધી કામ કરવાના 7 સ્વિસ ફ્રેંક (7.84 ડોલર) ચુકવ્યા હતા જ્યારે, તેમના પાલતુ કુતરા પર તેમણે એક વર્ષમાં 8,584 સ્વિસ ફ્રેંક ખચ્યર્િ છે. તેમણે પાળતુ પ્રાણી શીર્ષકવાળા એક બજેટના દસ્તાવેજ પણ બતાવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્ટાફ કોન્ટ્રાક્ટમાં કામના કલાકો અથવા રજાના દિવસોનો ઉલ્લેખ ન હતો, પરંતુ તેના બદલે તેઓ તેમના એમ્પ્લોયરો દ્વારા જરૂરિયાત મુજબ ઉપલબ્ધ હોય છે. તેમના પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યા   હતા તે જોતાં, તેમની પાસે ખર્ચ કરવા માટે કોઈ સ્વિસ ફ્રેન્ક નહોતા કારણ કે તેઓનું વેતન ભારતમાં ચૂકવવામાં આવતું હતું અને તેઓ તેમના એમ્પ્લોયરની પરવાનગી વિના ઘર છોડી શકતા ન હતા, નોકરોને કોઈ સ્વતંત્રતા આપવામાં આવી ન હતી.
જ્યારે તેઓ હિન્દુજાના ઘરથી સ્વિસ આલ્પ્સ કે કોટ ડી અઝુરમાં પરિવારના નિવાસસ્થાન સુધી ગયા ત્યારે પણ તેમને હેરાન કરાયા, પરંતુ પરિવારના વકીલોએ તરત જ બર્ટોસાના દાવા પર વળતો પ્રહાર કર્યો હતો, અને તેણે વારંવાર નોકરોની જુબાની ટાંકીને કે તેમની સાથે આદર અને ગૌરવ સાથે વ્યવહાર કરવામાં આવ્યો હતો તેવું બતાવવાનો પ્રયાસ કર્યો હતો.

કુટુંબના વંશજ અજય હિન્દુજાના વકીલ યાએલ હયાતે જણાવ્યું હતું કે, તેમને રોકડમાં જે ચૂકવવામાં આવી હતી તેનાથી પગારમાં ઘટાડો કરી શકાતો નથી. જ્યારે તેઓ બાળકો સાથે મૂવી જોવા બેસે છે, ત્યારે શું તે કામ ગણી શકાય? મને નથી લાગતું, હયાતે દલીલ કરી હતી કે એક કામદારે તેને ભારતમાં જે કમાણી કરી હતી તેની સરખામણીમાં તેને જીનીવામાં મળેલો પગાર સારો ગણ્યો હતો. તેણે કહ્યું કે મહિલા પોતાની મરજીથી જીનીવા આવી હતી અને વારંવાર આવતી રહી હતી.
તેણીએ જણાવ્યું કે, ગરીબને ઓછા ગરીબ બનાવવા માટે શ્રીમંતોને તોડવાનો વિચાર સારો છે પરંતુ જિનીવા ફરિયાદીની કચેરી સામાજિક ન્યાય સાથે ન્યાયનું મિશ્રણ કરી રહી છે, આ કેસમાં આપવામાં આવેલ નિર્ણય ન્યાયિક હોવો જોઈએ. ટ્રાયલ દરમિયાન, અજયે જુબાની આપી હતી કે તેને સ્ટાફની કામ કરવાની પરિસ્થિતિઓ વિશે વિગતવાર જાણકારીનો અભાવ હતો કારણ કે ભારતમાં હિન્દુજા ગ્રુપ દ્વારા તેમનું સંચાલન કરવામાં આવ્યું હતું. તેમ છતાં તેમણે કહ્યું કે સ્ટાફને હવે અનૌપચારિક રીતે ચૂકવણી કરવામાં આવતી નથી અને હવે તમામ નોકરોને હાયર સ્થાનિક રીતે થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે.

હયાતે કોર્ટને કહ્યું, તમને એક પણ કર્મચારી નહીં મળે જે કહે કે તેમને અજયે નોકરી પર રાખ્યા છે. પરિવારના વરિષ્ઠ સભ્યો પ્રકાશ અને કમલ ખરાબ સ્વાસ્થ્યને કારણે ટ્રાયલ માટે જીનીવા આવ્યા ન હતા. બર્ટોસાએ આગ્રહ કર્યો હતો કે અજય અને તેની પત્ની નમ્રતાને સાડા ચાર વર્ષની સજા થવી જોઈએ. તેણે પરિવારને કોર્ટના ખર્ચમાં 1 મિલિયન સ્વિસ ફ્રેંક કવર કરવાની અને સ્ટાફ માટે વળતર ફંડમાં 3.5 મિલિયન ફ્રેંક ચૂકવવાની પણ માંગ કરી.પરિવાર અને તેમના સ્ટાફે ગયા અઠવાડિયે એક સોદો કર્યો હતો જેમાં ત્રણ વાદીઓએ હિન્દુજાઓ સામેના તેમના સિવિલ કેસને પડતો મૂક્યો હતો, તેમ છતાં આ અઠવાડિયે ફોજદારી ટ્રાયલ ચાલુ છે જેમાં ત્રણ ન્યાયાધીશોની પેનલ ચુકાદો આપશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News