સોમનાથ વેરાવળ પંથકમાં યુવાનો દ્રારા એક દિવાળી માનવતાની અનોખી ઉજવણી

  • October 24, 2024 10:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક દિવાળી માનવતાની આ શબ્દો સાંભળીને સુંદર લાગે પણ ખરાં અર્થમાં આ કાર્ય કરવું બહત્પ જ અઘં છે. આજનાં યુવાનો મોજશોખ પાછળ વ્યસ્ત રહેતા હોય છે પરંતુ ગીર સોમનાથના વડા મથક સોમનાથ અને વેરાવળ પંથકમાં યુવાનોનું એક ગૃપ જેમાં સોમનાથના ગૌરવભાઈ ગોસ્વામી હોટેલ સુખનાથ સોમનાથ મહેન્દ્રભાઈ કુલવિર સાધુ, કિશનભાઇ વાજા,ચિરાગભાઈ ગોસ્વામી,ઉના ના રાધેભાઈ જોશી, કમલેશભાઈ ચંદ્રાંની, જીેશભાઈ દેસાઈ, રાજભા રાઠોડ, જીેશભાઈ ચોકસી, દિવ્યેશભાઈ, મનીષભાઈ, વિશાલભાઈ, પ્રકાશભાઈ દ્રારા ગરીબ માનવ, પક્ષીઓ, પર્યાવરણ, અને ચકલી બચાવોનાં અભિયાન અંતર્ગત છેલ્લ ા નવ વર્ષથી ઊના, ધોકડવા, ગીરગઢડા, અને વેરાવળ જેવાં શહેરોમાં સેવાકીય પ્રવુતિઓનું કાર્ય કરે છે. દિવાળીનાં  આઠ દિવસ પહેલા ઉપર જણાવેલ સ્થળો પર ગરીબ પરિવારોને નિ:સ્વાર્થ તેના મનપસદં કપડાં ચંપલનું વિનામૂલ્યે વિતરણ વ્યવસ્થા કરાય છે.આ વખતે વેરાવળમાં ટાવર ચોક, બગીચાની બાજુમાં તા.૨૩–૧૦ને બુધવારે રાખ્યો હતો. તેમજ ન નફા ન નુકસાનના ધોરણે ચકલીઘર પણ વિતરણ કરવામાં આવ્યું હતું. એક દિવાળી માનવતાની નામે યુવાનોના ગૃપ દ્રારા શહેરના વેપારીઓ અને સુખી સમ્પન્ન લોકો તેમજ સેવા ભાવિ લોકો અને પત્રકારોનાં સહયોગથી સારા બીનજરી તેમજ નવાં કપડાં ચંપલ સહિતની ચીજવસ્તુઓ એકઠી કરીને ગરીબો પણ સારી રીતે દિવાળીનો તહેવાર ઊજવી શકે તેવાં હેતું સાથે વિતરણ કરાય છે. હાલ આ સેવાકિય પ્રવૃત્તિઓ ઉના ધોકડવા ગીરગઢડા અને વેરાવળ સુધી વિસ્તરી છે. આ ગૃપનાં તમામ યુવાનો સુખી સમ્પન્ન હોવાથી કોઈ પાસે ફડં એકઠું કર્યા વગર આ સેવાકિય પ્રવૃત્તિ સવારથી મોડી રાત્રી સુધી આઠ દિવસ અગાઉ અલગ અલગ સ્થળો પર શાંત અને સંયમ સાથે ગરીબોને જર મુજબ કપડાં તેમજ ચીજવસ્તુઓ પોતાની રીતે લઈ જાય છે ત્યારે ગરીબ લોકો અનેરો ઉત્સાહ વ્યકત કરતાં હોવાનું જોવાં મળે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application