ડુંગળીના વેપારી સાથે છેતરપિંડી કરનાર દિલ્હીના ઠગને પોલીસ લઈ આવી

  • October 12, 2024 02:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તળાજા માર્કેટિંગ યાર્ડમાં મહાદેવ ઓનીયન નામની પેઢી ધરાવી ને ડુંગળી સહિતની જણસ નો વેપાર કરનાર તથા ગત.જિલ્લા પંચાયત ચૂંટણી સમયે પાવઠી બેઠક પરથી કોંગ્રેસ પક્ષે ચૂંટણી લડનાર હરજીભાઈ વશરામભાઈ ડોડીયા ને ડુંગળી ની ગત સીઝનમાં દિલ્હીના બે ઠગ વેપાર ના નામે ચુનો ચોપડી ગયા હતા.
તળાજા યાર્ડના વેપારી હરજીભાઈ ડોડીયા એ તળાજા પોલીસને ફરિયાદ આપી હતીકે દિલ્હી ના બે ઈસમો અનિલ શર્મા અને શિવકુમાર રાય આ બંને અહીં ડુંગળી ની ગત સીઝનમાં અહીં ખરીદી માટે આવ્યા હતા. અમુક સમય સાથે વેપાર કરીને વિશ્વાસ જીતી લીધો હતો.બાદ છ જેટલા ટ્રક ભરીને અહીંથી ડુંગળી મોકલી હતી.જેનું પેમેન્ટ ૧૮લાખ જેટલું લેવાનું થતું હોય બંને ઈસમો મહિનાઓ વીતવા છતાંય આપતા નહતા.છેતરપીંડી ની ફરિયાદ ને લઈ તળાજા પો.સ.ઈ ચેતન મકવાણા અને  સ્ટાફ સાથે બંને આરોપીને ઝબ્બે કરવા માટે પોલીસ દિલ્હી પહોંચી હતી.પો.સ.ઈ મકવાણા ના જણાવ્યા મુજબ જે આધારકાર્ડ અહીં વેપારીને આપવામાં આવ્યુ હતુ તે ખોટું હોય પકડવા થોડા મુશ્કેલ હતા.પરંતુ બંને ના મોબાઈલ નંબર ભાવનગર પોલીસ સાથે સંકલન કરી ટ્રેસ કરવા,કોની સાથે ક્યાં વાત કરી તેના ઈઉછ ચેક કરવા,દિલ્હી ઉપરાંત ફૈઝાબાદ, આઝાદ નગર, નોઈડા યાર્ડના વેપારીઓને મળી  એકઠગ નું લોકેશન ટ્રેસ થતું ત્યાં ચારસો મકાન હતા. આરોપીને જોયે પોલીસ ઓળખતી ન હતી.આથી તે વિસ્તારમાં સતત ત્રણ દિવસ રોકાઈ ને ટીમ બનાવી સ્થાનિક અજાણ્યા વ્યક્તિ ને મિત્ર બનવવામાં આવેલ.તેની પાસેથી માહિતી મેળવ્યા ઉપરાંત પોલીસે એપણ શોધી કાઢ્યું કે આરોપી એકીસાથે બે પાંચ કલાક ક્યાં વિતાવેછે તેની પાકી ડિટેઈલ મેળવી વહેલી સવારે એક આરોપીને ઉઠાવી લેવામાં સફળતા મળતા બે ટીમ પાડી ને એક આરોપીને લઈ તળાજા રવાના કરવામાં આવી હતી. બીજી ટીમ બીજા આરોપી ને શોધવા ફરી ને મહેનતે લાગીહતી.એ બીજા આરોપીનું લોકેશન દિલ્હી નહિ ગુજરાત અને તે પણ ભાવનગર ના નિરમા ના પાટીયે આવેલ હોટલ નું દેખાડતા ભાવનગર પોલીસ ની મદદ લઇ દબોચી લેવામાં આવ્યો હતો. આ કામગીરીમા પો.સી.ઈ સી.એચ. મકવાણા તથા હે.કો દિનેશ માયડા,યોગરાજસિંહ વાળા, નિકુંજ મહેરા, ભાવેશ બારૈયા, ડ્રાઇવર પ્રવિણસિંહ જોડાયા હતા.  પોલીસ આરોપી ને ઉઠાવી ને અહીં પહોંચી તેની સાથે સાથેજ આરોપીના પરિવાર જનોએ આવી વકીલ જામીન સહિતની વ્યવસ્થા કરી લીધી હોય  જે આરોપીને શોધતા ત્રણ દિવસ થયા તેને કોર્ટમા રજૂ કરતા જામીન મળી ગયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application