ઘાસના ઢગલામાંથી જેમ સોય શોધવી તેવી જ રીતે કોઇપણ સમાજનો ઇતિહાસ ફંફોળી નવી પેઢી સુધી પહોંચાડવું અઘરૂં છે ત્યારે ઔદિચ્ય બ્રાહ્મણોના ઇતિહાસને શોધી તેનું સંકલન રાજકોટ પોલીસ કમિશનરના અંગત મદદનીશ તરીકે રહી ચૂકેલા નિવૃત્ત અધિકારી રમેશ ભટ્ટે ઔદિચ્ય બ્રાહ્મણોનો રસપ્રદ ઇતિહાસ શોધી કાઢયો છે.
આજકાલ સાથેની વાતચીતમાં રમેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, ઔદિચ્ય બ્રાહ્મણોના ઇતિહાસના સંકલનમાં સર્વ પ્રથમ જુનો ગ્રથં ઔદિચ્ય પ્રકાશની શોધખોળ કર્યા બાદ નિવૃત્ત પોલીસ ઇન્સ્પેકટર જીતેન્દ્ર પંડયા તરફથી આ ગ્રથં મળી આવ્યો હતો. ત્યારબાદ જાણીતા લેખક રેવાશંકર દવેનું એક જુનું પુસ્તક ઔદિચ્યનો ઇતિહાસ મળી આવતા ઇતિહાસવિદ ડો.પ્રધુમન ખાચરની મદદથી મારા સુધી પહોંચ્યો ત્યારબાદ ત્રીજો ગ્રથં ઔદિચ્ય બ્રાહ્મણોનો ઇતિહાસ પણ સોશિયલ મીડિયામાંથી મળી આવ્યો હતો. શા માટે ઇતિહાસનું સંકલન કરવામાં આવ્યું તેના પ્રત્યુતરમાં તેમણે કહ્યું કે, આ ગ્રથં તૈયાર કરનાર વ્યકિતઓએ ખૂબ મહેનત કરી હતી. જયારે ગ્રંથનો અભ્યાસ કરતા વિચાર આવ્યો કે ત્રણેય ખૂબજ મહત્વના દસ્તાવેજોને સંકલીત કરી સમાજ સમક્ષ મુકવામાં આવે તો લોકોને સરળતાથી જાણકારી મળી શકે.
રમેશ ભટ્ટે ૩૦૮ પેઇજનો ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિનો સંકલિત ઇતિહાસ બહાર પાડયો છે જેમાં નોંધપાત્ર વિશેષતા એ રહી છે કે, તેમા ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જે ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણની વસ્તી છે તે મુખ્ય વસ્તીવાળા ગામ સિધ્ધપુર, શિહોર, ખંભાતથી કેટલા ગાઉ અને યોજન દૂર છે કઇ દિશામાં છે તેનો મેપમાં ઉલ્લેખ કર્યેા છે. ઘણા એવા ગામો છે કે જે એકસરખા નામો ધરાવે છે. તો અનેક ગામો એવા છે કે જેને જૂના પછી નવું નામ મળ્યું છે પરંતુ ગુગલ મેપમાં તેનો ઉલ્લેખ નથી. આ માહિતીમાં ઔદિચ્ય બ્રાહ્મણોને જે જે ગામ અર્પણ કરાયા છે તે ગામનું હાલનું નામ મેળવી સર્ચ કયુ ત્યારબાદ તેના સ્ક્રીન શોટ લઇને આ ગામ સિધ્ધપુર, શિહોર અને ખંભાતથી કેટલું દૂર છે તેની વિગતો પણ આપવામાં આવી છે.રમેશ ભટ્ટે આ એક વિચારને અમલમાં મુકવા માટે પગની પાની પણ ઘસી નાખી. ત્રણેય પુસ્તકોની સંકલીત વિગતો એકત્ર કરવા તેમણે ગામડાંઓ પણ ખૂંદયા, બધી જ ઝીણામાં ઝીણી માહિતી મેળવી આ પુસ્તકમાં સંકલીત કરવામાં આવી છે. તેમના આ ભગીરથ કાર્યમાં તેમના પત્ની તેમજ પરિવારજનોએ પણ એટલો જ સહયોગ આપ્યો છે. આ વર્ષની શરૂઆતથી તેમણે પુસ્તક સંકલીત કરવાનું કામ શરૂ કયુ છે. ૧૦ ઓગસ્ટે પૂર્ણ થતાં સ્વતત્રં પર્વના અવસર પર બ્રહ્મસમાજ સુધી આ સંકલીત માહિતી પહોંચાડી. તેમના આ પુરૂષાર્થ અને સમાજ ઉપયોગી માહિતી માટે મો.નં.૯૯૨૪૩ ૮૯૮૦૨ ઉપર રમેશભાઇ ભટ્ટને શુભેચ્છા વર્ષા થઇ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech